Rani Mukerji Birthday: બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી અને અભિષેક બચ્ચન એક સમયે એકબીજાની ખૂબ નજીક હતા. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની કેટલીક ફિલ્મો પણ સાથે રિલીઝ થઈ હતી, જેમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એક સમયે બંનેના પ્રેમની ચર્ચાઓ પણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની હતી. કરિશ્મા કપૂર સાથેની સગાઈ તોડ્યા બાદ લગભગ નક્કી થઈ ગયું હતું કે, રાની મુખર્જી જ બચ્ચન પરિવારની વહુ બનશે. પરંતુ અચાનક આ વાત પર બ્રેક લાગી ગઈ અને રાની મુખર્જીના બદલે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.



અભિષેક અને રાની મુખર્જીના લગ્ન ના થવા પાછળ હતો અભિનેત્રીનો એક કિસિંગ સીન. રાની મુખર્જી સાથે અભિષેક બચ્ચનના સંબંધો તૂટવાનું કારણ અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન હોવાનું માનવામાં આવે છે કે જે અભિનેત્રીના કિસિંગ સીનથી ભારે રોષે ભરાયા હતાં.

અમિતાભને કરી હતી કિસ

રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને ફિલ્મ 'બ્લેક'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાની મુખર્જીએ અંતે અમિતાભ બચ્ચનને લિપ કિસ કરવાની હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાગણીઓથી ભરેલી એક ઈંટેંસ ફિલ્મ હતી. જેમાં બંને સ્ટાર્સે આકરી મહેનત કરી પોતાની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનય અને ફિલ્મની શાનદાર વાર્તા અને દિગ્દર્શનને કારણે ફિલ્મ અદ્ભુત બની હતી. આખી ફિલ્મમાં બધું બરાબર હતું, પરંતુ જયા બચ્ચનને લિપ કિસિંગ સીન સામે વાંધો હતો. તેઓ નહોતા ઇચ્છતા કે તેની ભાવિ પુત્રવધૂ તેના સસરાને ચુંબન કરે. પરંતુ રાની મુખર્જી આ સીન માટે તૈયાર હતી. અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપના રૂપમાં તેને આનો માર સહન કરવો પડ્યો હતો.

રાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી

આ એક સીનને કારણે જયા બચ્ચનની નારાજગી એટલી વધી ગઈ હતી કે, રાની મુખર્જીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એવું કહેવાય છે કે, ત્યાર બાદ રાની મુખર્જીએ નારાજગી વ્યક્ત કરી અને એમ પણ કહ્યું હતું કે, તે અભિષેક બચ્ચનને સારો મિત્ર માને છે પરંતુ તે માત્ર કોસ્ટાર જ નીકળ્યો. રાની મુખર્જીએ અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપ બાદ યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લઈને ઠરી ઠામ થઈ છે.

ગોવિંદા અને રાની મુખર્જી સાથે કામ કરી ચૂકેલા આ એક્ટની હાલત ગંભીર, મદદ માટે પૂજા ભટ્ટે કરી અપીલ

વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ને ફિર યાદ કિયામા અભિનેતા ગોવિંદા અને 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ મેહંદીમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાનની હાલત અત્યાર ખુબ ગંભીર છે. જેને લઇને અભિનેત્રી અને ડાયરેક્ટર પૂજા ભટ્ટે મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે. ખરેખરમાં, કેટલાય ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાન છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શન અને નિમોનિયાથી પીડાઇ રહ્યો છે. સારવાર માટે તેને કર્ણાટકમાં બેંગ્લુરુની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની સારવારનો 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવવાની ગણતરી છે. હાલ, ફરાઝ ખાનની મદદ માટે ફિલ્મ જગતમાંથી પૂજા ભટ્ટ આગળ આવી છે. તેને ટ્વી કરીને પોતાના ફોલોઅર્સ પાસે મદદની અપીલ કરી છે. તેને ફરાઝ ખાન માટે ફંડ એકઠુ કરવા માટે ટ્વીટ કરીને લખ્યું- પ્લીઝ જેટલુ બની શકે આને શેર કરો અને કૉન્ટ્રિબ્યૂટ કરો. મે પણ કર્યુ છે. જો તમે કરી શકો તો હું તમારી આભારી રહીશ.

અભિનેતા ફરાઝ ખાનની સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. જેમાં અત્યાર સુધી ફંડ રેજિંગ દ્વારા એક લાખ રૂપિયાથી વધુ એકઠા કરી શકાયા છે. હુજ તેની સારવાર માટે એક મોટી રકમની જરૂર છે. ફરાઝ ખાન છેલ્લા એક વર્ષથી કફ અને અન્ય સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે.