મુંબઈઃ સોશિયલ મીડિયા (Social Media) પર અફવાને (Fake News) વાયરલ થવામાં સહેજ પણ સમય લાગતો નથી. આવું જ કઈંક સિંઘમ સ્ટાર અજય દેવગન (Ajay Devgan)સાથે થયું છું. તેના નામથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં અભિનેતાએ દિલ્હીમાં એક પબની (Pub) બહાર ઝઘડો કર્યો હતો.


આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય દેવગણ સાથે કાર પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી દીધી. વીડિયોમાં કોઈનો ચહેરો સ્પષ્ટ જોવા નથી મળી રહ્યો. વીડિયો વાયરલ થયા બાદ અજય દેવગને ટ્વીટ કરીને લખ્યું, એવું લાગે છે મારા જેવો દેખાતો કોઈ શખ્સ મુશ્કેલીમાં પડી ગયો છે. આ અંગે મારા પર ફોન આવી રહ્યા છે. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે, મેં ક્યારેય કોઈ યાત્રા કરી નથી. વિવાદમાં આવ્યો હોવાની ખબર પાયાવિહોણી છે. હોલી મુબારક.



પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અજય દેવગણની સાથે થયેલા ઝઘડાના મીડિયા રિપોર્ટ્સ બિલકુલ પાયાવિહોણા અને ખોટા છે. અમે ન્યૂઝ એજન્સીઓ અને મીડિયા કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ ધ્યાન આપે કે અજય દેવગણ મુંબઈમાં પોતાની ટીમની સાથે ફિલ્મ મેદાન, મે-ડે અને ગંગૂબાઈ કાઠિયાવાડીના શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ છેલ્લા 14 મહિનાથી રાજધાની દિલ્હી નથી ગયા. જાન્યુઆરી 2020માં ફિલ્મ તાન્હાજી- ધ અનસંગ વૉરિયરના પ્રમોશન બાદથી અજય દેવગણ દિલ્હી ગયા નથી.’



પ્રવક્તાએ આગળ જણાવ્યું કે, ‘તેઓ પોતાના જવાબદારીભર્યા વ્યવહાર અને સામાજિક શિષ્ટાચાર માટે જાણીતા છે, જેનાથી આ વિડીયો ફેક હોવાની વાત મજબૂત થાય છે. મીડિયાને વિનંતી છે કે તેઓ આ પ્રકારના સમાચાર ચલાવવાથી પહેલા તેની સત્યતાની તપાસ કરી લે.’ ઉલ્લેખનીય છે કે એક યૂઝરે ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે, ‘મને નથી ખબર કે આ અજય દેવગણ છે કે નહીં, પરંતુ લોકોમાં ખેડૂત આંદોલનને લઈને ગુસ્સો ફેલાતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અજય દેવગણના નશાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અજય દેવગણ છે.’