Rajpal Yadav Accused Of Cheating: ઈન્દોર પોલીસે બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને છેતરપિંડીના આરોપમાં નોટિસ ફટકારી છે. તુકોગંજ પોલીસે રાજપાલને 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે તુકોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારી સુરેન્દ્ર સિંહે તાજેતરમાં પોલીસને ફરિયાદ અરજી આપી હતી, જેમાં તેણે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તુકોગંજ પોલીસને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી જેના આધારે પોલીસે ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને નોટિસ પાઠવી આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે.


રાજપાલે આપી હતી આ ખાતરી


તમને જણાવી દઈએ કે, ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવે ઈન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી સુરેન્દ્ર સિંહને ખાતરી આપી હતી કે જો તે તેને લાખો રૂપિયા આપશે તો તે તેના પુત્રને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટ કરશે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ આગળ પહોંચાડી દેશે. સુરેન્દ્ર સિંહ રાજપાલ યાદવની વાતમાં આવી ગયા  અને તેમના પુત્રના ભવિષ્ય માટે રાજપાલ યાદવને લાખો રૂપિયા આપ્યા. સુરેન્દ્ર સિંહે કહ્યું કે પૈસા લીધા પછી રાજપાલ યાદવ ન તો તેનો ફોન ઉપાડી રહ્યો છે અને ન તો પૈસા પરત કરવાની વાત કરી રહ્યો છે અને આ વાતથી નારાજ થઈને સુરેન્દ્ર સિંહે થોડા દિવસ પહેલા તુકોગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.


પોલીસે નોટિસ મોકલી જવાબ માંગ્યો 
તો બીજી તરફ, તુકોગંજ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર લલ્લન મિશ્રાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા અરજીની તપાસ કર્યા પછી, હવે પોલીસ દ્વારા ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને નોટિસ આપવામાં આવી છે. રાજપાલ યાદવનું નામ છેપરપિંડીમાં આવતા સમગ્ર બોલિવૂડમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો........ 


Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો


Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો


India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ


Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ


Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર