Raashi Khanna: સાઉથ ઇન્ડસ્ટ્રીની દમદાર એક્ટ્રેસ રાશિ ખન્ના (Raashi Khanna)નુ નામ આજે એક બૉલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે. તે પોતાની સુંદરતા અને હૉટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને પોતાની નવી લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને ઇન્ટરનેટનુ તાપમાન વધારી દીધુ છે. તાજેતરમાં જ સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 


આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને રાશિએ ખુદ શેર કરી છે, આમાં તે સુંદરતા અને બૉલ્ડનેસ કારણે કમાલની લાગી રહી છે.ખરેખરમાં, રાશિ ખન્ના તમને આ તસવીરોમાં બ્રાલેટ અને પ્લાઝો પહેરીને દેખાઇ રહી છે, આમાં એક્ટ્રેસનો નવો લૂક સામેલ થયો છે. સોશ્યલ મીડિયા પર રાશિ ખન્નાની આ લેટેસ્ટ તસવીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.






રાશિ ખન્ના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની હૉટ તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ રાશી ખન્નાએ બૉલીવુડ સુપરસ્ટાર અજય દેવગનની ફેમસ વેબ સીરીઝ રૂદ્રામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વેબ સીરીઝના માધ્યમથી રાશિ ખન્નાએ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ પણ કર્યુ હતુ. 






એટલુ જ નહીં આગામી સમયમાં રાશિ ખન્ના હિન્દી ફિલ્મ કલાકાર શાહિદ કપૂરની સાથે ફિલ્મ ફર્જીમાં પણ દેખાશે. જેને અમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.