Shah Rukh Khan Mannat: મુંબઈ પોલીસે બોલિવૂડના કિંગ ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. હકીકતમાં, એક સંગઠને શાહરૂખ ખાન પર ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને વિરોધની જાહેરાત કરી હતી. જે બાદ અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન વતી લોકો વિરોધ કરવા પહોંચવાના હતા, પરંતુ પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો. શાહરૂખે આ તમામ એપ્સની એડ કરી છે, જેના કારણે તેના ઘરની બહાર વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાહરૂખ ખાન પર આરોપ
અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન શાહરૂખ ખાનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યું હતું. આ ફાઉન્ડેશનના પ્રમુખ કૃષ્ણચંદ્ર અદલ નામના વ્યક્તિ છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ જાહેરાતોમાં પ્રખ્યાત અભિનેતાઓ અને અભિનેત્રીઓ કામ કરે છે, આ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ છે.
પોલીસે ધરપકડ કરી
આ પ્રદર્શનકારીઓએ લગભગ 1 વાગ્યે શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આંદોલનને મંજૂરી આપી ન હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.
જવાનમાં જોવા મળશે શાહરુખ ખાન
શાહરૂખ ખાનના જવાન ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે ચાહકો બીજા ટ્રેલરની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ઘણા ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. દરેક ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં આવી ગયા છે. જવાનની વાત કરીએ તો તેનું દિગ્દર્શન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલી ગયું છે. જેને જોઈને કહી શકાય કે જવાન પહેલા દિવસે જ ધમાકેદાર કલેક્શન કરવા જઈ રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial