બોલીવૂડ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસનું સાઉથ કોલકાતાના જોધપુર પાર્ક સ્થિત તેના ફ્લેટમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. એક્ટ્રેસ આર્ય બેનર્જીની લાશ તેના રૂમમાંથી મળી આવી છે.


તેમણે હિંદીની કેટલીક ફિલ્મો જેમ કે લવ સેક્સ ઔર ધોખા, ડર્ટી પિક્ચરમાં કામ કર્યું છે. દેબુદત્તા ઉર્ફ આર્યની મોત કેમ થયું તેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નોકરાણી એ દિવસે તેના ઘરમાં કામ કરવા ગઈ હતી પરંતુ ઘણી વખત ફોન કરવા છતા કોઈ જવાબ નહોતો મળ્યો.

આર્યાનો ફ્લેટ અંદરથી બંધ હતો પોલીસ દરવાજો તોડી અંદર ગઈ હતી. પોલીસ અધિકારીઓએ આર્યાની બોડીને પથારી પર પડેલી જોઈ હતી. નાકમાંથી લોહી નિકળ્યું હતું અને મોઢામાંથી ઉલ્ટી થઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

ફિલ્મ ડર્ટી પિક્ચરમાં વિદ્યા બાલન અને નસરૂદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. લવ સેક્સ ઔર ઘોખામાં રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં હતા.