બેંગલુરૂ: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સાઉથની એક્ટ્રેસ સંજના ગલરાનીને કર્ણાટકની હાઈકોર્ટે જામીન આપ્યા છે. સંજનાને ત્રણ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ તેણે દર મહિને બે વખત પોતાની હાજરી નોંધાવવી પડશે અને સહયોગ કરવો પડશે.



આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે ઘરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ રાગિની દ્રિવેદી, સંજના ગલરાની અને અન્ય આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાગિની દ્રિવેદીને 4 સપ્ટેમ્બરે અને સંજના ગલરાનીને 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.



આ કેસ સપ્ટેમ્બરમાં ત્યારે સામે આવ્યો હતો જ્યારે સીસીબીએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જે બેંગલુરૂમાં હાઈપ્રોફાઈલ ડ્ર્ગ્સ પાર્ટીઓનું આયોજન નકરતો હતો. આ કેસમાં તપાસ કરી શહેરની પોલીસે ઘણા ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી અને બાદમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાને લઈ બંને એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી.