મુંબઈ: બોલિવુડ અભિનેત્રી કૃતિ ખરબંદા હાલ ફિલ્મ ‘હાઉસફુલ 4’ની સફળતાની મજા માણી રહી છે. જ્યારે તે અપકમિંગ ફિલ્મ ‘પાગલપંતી’ના પ્રમોશનમાં પણ બહુ વ્યસ્ત જોવા મળી રહે છે. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિનેત્રી કૃતિ ખરબંદા પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છે અને આ અંગે તેણે ખુલીને વાત કરતાં ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર કરતાં કહ્યું હતું કે, હા તે પુલકિટ સમ્રાટને ડેટ કરી રહી છે.

એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુમાં કૃતિ ખરબંદાએ જણાવ્યું હતું કે, હું પુલકિટને ડેટ કરી રહી છે. પ્રામાણિકતાથી કહું તો પહેલા આ અંગે મારા માતા-પિતાને જાણ કરવા માગતી હતી. દરેક વસ્તુનો એક સમય હોય છે જ્યારે તમે તેના વિશે વાત કરવામાં કમ્ફર્ટેબલ અનુભવતા હોય.

કૃતિએ જણાવ્યું હતું કે, ઘણીવાર તો આ વાત કહેવામાં પાંચ વર્ષ જતાં રહે છે તો ક્યારેક પાંચ મહિના પણ થઈ શકે છે. અમારા મામલામાં પાંચ મહિના થયા પરંતુ હું ખુશ છું અને મને તે વાતનો સ્વીકાર કરવામાં સંકોચ પણ નથી કે હું પુલકિતને ડેટ કરી રહી છું.

નોંધનીય છે કે, પુલકિત અને કૃતિ ‘પાગલપંતી’માં પહેલીવાર સાથે જોવા મળશે. કૃતિએ આ પહેલા પબ્લિક પ્લેટફોર્મ પર પુલકિતને ડેટ કરવાની વાતનો સ્વીકાર કર્યો નહોતો. જોકે, તે ઘણીવાર અભિનેતાના વખાણ કરતી જોવા મળી છે.