Holi 2023: વિદેશમાં સ્થાયી થયા પછી પણ પ્રિયંકા ચોપરા સંપૂર્ણપણે દેશી છે. નવરાત્રિથી લઈને દિવાળી સુધી, અભિનેત્રી દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. આવી સ્થિતિમાં અભિનેત્રી હોળીમાં કેવી રીતે પાછળ રહી શકે. હોળીના હેંગઓવરમાં ડૂબી ગયેલી પ્રિયંકાએ નિક સાથે એવી તસવીર શેર કરી કે લોકો તેને મીમ મટીરિયલ કહેવા લાગ્યા છે. નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટાએ સાથે મળીને રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. પ્રીતિ અને પ્રિયંકાની હોળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


 </p






પ્રીતિ ઝિંટાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોળીની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. પ્રીતિ ઝિન્ટાએ પતિ ઝેન સાથે પ્રિયંકા ચોપરાના લોસ એન્જલસના ઘરે હોળી રમી હતી. પ્રીતિ ઝિન્ટા, પ્રિયંકા ચોપરા, નિક જોનાસના ચહેરા રંગ અને ગુલાલથી રંગાયેલા જોવા મળ્યા હતા. હોળી પાર્ટીમાં પ્રીતિએ પતિ જેન સાથે ખૂબ જ મસ્તી કરી હતી. બંનેના એક સાથે ઘણા ફોટા સામે આવ્યા છે.  તો બીજી તરફ પ્રિયંકાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં પતિ નિક જોનસ એક્ટ્રેસને રંગ લગાવવા દોડતો જોવા મળી રહ્યો છે.


હોળીના રંગોમાં રંગાઈ પ્રિયંકા ચોપરા


પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સને હોળીની શુભેચ્છા આપવા માટે એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. હોળી સેલિબ્રેશનની આ તસવીર ગયા વર્ષની છે, જેમાં પ્રિયંકા અને નિક ફુલ મસ્તીનાં મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફોટામાં રંગોમાં નહાતી પ્રિયંકા દોડી રહી છે અને નિક તેની પાછળ ગુલાલ લગાવવા દોડી રહ્યો છે.




તસવીરે યુઝર્સનું ધ્યાન ખેંચ્યું


પ્રિયંકા ચોપરા અને નિક જોનસની આ મસ્તીથી ભરેલી તસવીર સોશિયલ મીડિયા પર  યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં અભિનેત્રીએ કહ્યું, 'હોળીની ઉજવણી કરનારા બધાને શુભેચ્છા. જેમ તમે કહી શકો છો કે અમે આને ખૂબ ગંભીરતાથી લીધું છે. અભિનેત્રી વિદેશમાં રહીને પણ દરેક ભારતીય તહેવાર ઉજવતી જોવા મળે છે.