Sushmita Sen Net Worth: તાજેતરમાં જ થોડાક દિવસે પહેલા એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના રિલેશનશીપ લલિત મોદી (Lalit Modi) સાથે હોવાની વાતને લઇને ખુબ ચર્ચામાં આવી હતી. જાણીતી એક્ટ્રેસ સુષ્મિતા સેન (Actress) બૉલીવુડમાં ખુબ પૉપ્યૂલર છે. તેને પોતાની કેરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. એટલુ જ નહીં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે, જાણો કેટલી છે તેની પાસે સંપતિ અને દૌલત, તમે ટૉટલ નેટવર્થ જાણીને ચોંકી જશો.
સુષ્મિતા સેન પોતાની ફિલ્મોમાંથી તગડી કમાણી કરે છે, ફિલ્મો ઉપરાંત તે કેટલીય બ્રાન્ડોમાં કામ કરે છે, જાહેરાતો કરીને સારો એવો નફો મેળવી લે છે. celebritys worthના રિપોર્ટ અનુસાર, આ દિગ્ગજ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ટૉટલ નેટવર્થ 80 કરોડ રૂપિયાની આસપાસ છે.
શનાદાર ઘર -
સુષ્મિતા સેનની પાસે ખુદનુ એક બહુજ શાનદાર ઘર છે. તેનુ ઘર મુંબઇના વર્સોવા એરિયામાં છે, સુષ્મિતા સેને પોતાના આલિશાન ઘરમાં પોતાની જરૂરિયાતો પ્રમાણે દરેક વસ્તુઓને સામેલ કરી છે. જેમ કે લક્ઝરી ક્રિસ્ટલ ઝૂમડ, ફૂલ, ઝાડ, છોડ, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને શાનદાર આર્ટવર્ક પણ અવેલેબલ છે. સુષ્મિતા સેનના ઘરની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે.
લક્ઝરી કારો -
આ ઉપરાંત સુષ્મિતા સેનને લક્ઝરી કારોનો બહુજ શોખ છે, તેના કાર કલેક્શનમાં 1.38 કરોડની બીએમડબલ્યૂ7 સીરીઝ 730એલડી, 96.03 લાખની બીએમડબલ્યૂ એક્સ6, 75 લાખ રૂપિયાની કિંમતની ઓડી ક્યૂ7 અને 35 લાખ રૂપિયાની લેક્સેસ એલએક્સ 470 પણ છે.
હરવા ફરવાની શોખીન છે એક્ટ્રેસ -
આની સાથે બૉલીવુડ (Bollywood) ની આ હસીના (Actress) બહાર હરવા ફરવાની ખુબ શોખીન પણ છે, તે અવારનવાર વેકેશન માટે મનપસંદ જગ્યાઓ જેવી કે ઇટાલી, ઇન્ડોનેશિયા, દુબઇ અને માલદીવમાં જાય છે. સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાની વેકેશનની તસવીરો પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પણ શેર કરતી રહે છે.