TMKOC: ટીવીના પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે, ટીવીની પૉપ્યૂલર એક્ટર અને શૉમાં ચંપક ચાચાનો પાત્ર ભજવાનાર અમિત ભટ્ટ ઘાયલ થઇ ગયા છે, તેમને આ ઇજા શૂટિંગ દરમિયાન સેટ પર થઇ છે. હાલમાં તેમની સારવાર ચાલુ છે.  


ઇટાઇમ્સ ટીવીના રિપોર્ટ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના ચંપક ચાચા ઉર્ફે અમિત ભટ્ટને ઇજા થવાના કારણે હાલ રેસ્ટ પર છે, ડૉક્ટરોએ તેમને કમ્પલેટ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. તે અત્યારે શૉનું શૂટિંગ નથી કરી રહ્યાં. 


કેવો હતો સીન -
રિપોર્ટમાં શૉના સુત્રોના હવાલાથી બતાવવામાં આવ્યુ હતુ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક સીન માટે એક્ટર અમિત ભટ્ટને દોડવાનુ હતુ, પરંતુ દોડતી વખતે એક્ટર પોતાનુ બેલેન્સ ગુમાવી બેઠા અને ધડામ દઇને નીચે પડી ગયા હતા. આ દરમિયાન જોરથી તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પડવાના કારણે તમને વધુ ઇજા પહોચી હતી અને ડૉક્ટરોએ તમને આરામ કરવાની સલાહ આપી હતી. 


શૉના મેકર્સે પણ અમિત ભટ્ટ એટલે કે ચંપક ચાચાને આરામ કરવાની સલાહ આપી છે, અને જલ્દી ઠીક થાય એવી પ્રાર્થના કરી રહ્યાં છે. શોની ટીમના સભ્યો ઈચ્છે છે કે અમિત જલ્દીથી સાજો થાય અને તે બધાની વચ્ચે સેટ પર પાછો આવે. 


આ શોને 14 વર્ષ પૂરા થયા
તારક મહેતા શોની વાત કરીએ તો આ ટીવી સૌથી લાંબો ચાલનાર શો બની ગયો છે. શો માટે ચાહકોનો ક્રેઝ સાતમા આસમાને છે. દર્શકો દરેક પાત્રને પૂરો પ્રેમ આપે છે. આ શોમાં અમિત ભટ્ટનું ચંપક ચાચાનું પાત્ર પણ ચાહકોનું ફેવરિટ છે. શોમાં ચંપક ચાચા અને જેઠાલાલની બોન્ડિંગ દરેકને પસંદ આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ તાજેતરમાં 14 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે. આ ખાસ અવસર પર સમગ્ર ટીમે કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરી હતી.