Suniel Shetty On Rising Tomato Prices: ભારતમાં દરેક સામાન્ય માણસ ટામેટાંના આસમાનને આંબી રહેલા ભાવથી ચિંતિત છે. ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી દૂર નથી. આ વાતનો ખુલાસો સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. ટામેટાંના વધતા ભાવની અસર તેમના રસોડામાં પણ જોવા મળી રહી છે. બધા લોકો એવું વિચારતા હોય કે વસ્તુઓના વધતાં ભાવ ફક્ત સામાન્ય લોકોને જ અસર કરે છે પરંતુ સુનિલ શેટ્ટીની વ્યથા જાણ્યા પછી ખરેખર લાગે છે કે મોંઘવારી તેમને પણ અસર કરે છે. 






ટામેટાંના વધતાં ભાવથી બોલિવૂડ પણ પરેશાન


તેમણે કહ્યું કે આ કિંમતોને કારણે તેમના રસોડાને પણ અસર થઈ છે. સુનીલ શેટ્ટી અનેક રેસ્ટોરન્ટનો માલિક છે. આ સાથે સુનીલ તેના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં ફળો અને શાકભાજીની ખેતી પણ કરે છે. આવી સ્થિતિમાં પણ ટામેટાંની વધતી કિંમતો તેમને ઘણી અસર કરી રહી છે. તાજેતરમાં જ તેણે આ અંગે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.






સુનીલ શેટ્ટીએ ટામેટાં ઓછા ખાવાનું શરૂ કર્યું છે


સુનિલે જણાવ્યું કે તેની પત્ની માના શેટ્ટી એક કે બે દિવસ માટે માત્ર તાજા ફળો અને શાકભાજી ખરીદે છે. આવી સ્થિતિમાં ટામેટાંના વધતા ભાવની તેમના રસોડામાં પણ નોંધપાત્ર અસર પડી છે. તેણે કહ્યું, 'અમે તાજી ઉગાડેલી વસ્તુઓ ખાવામાં માનીએ છીએ. આ દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને છે અને તેની અસર આપણા રસોડામાં પણ પડી છે. આજકાલ હું ટામેટાં ઓછા ખાઉં છું. લોકો એવું વિચારી શકે છે કે હું સુપરસ્ટાર હોવાને કારણે મારા પર આ બાબતોની અસર નહીં થાય, પરંતુ આ સાચું નથી, અમારે આવા મુદ્દાઓનો પણ સામનો કરવો પડે છે.