Kangana Ranaut Post: કંગના રનૌત બોલિવૂડ સેલેબ્સ પર નિશાન સાધવામાં સહેજ પણ પાછી પાની કરતી નથી. તે અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા સેલેબ્સને મોં પર ચોપડાવતી રહે છે. આ વખતે તેણે બોલિવૂડના એક કપલ પર નિશાન સાધ્યું છે. જોકે તેણે આ કપલનું નામ લીધું નથી. તેણે અભિનેતાની તાજેતરની સફર વિશે વાત કરી છે. કંગનાના નિશાને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


કંગનાએ કહ્યું છે કે, આ ટ્રીપમાં કોઈ પત્ની અને દીકરી નહોતી. જાહેર છે કે, રણબીર કપૂર તેની માતા નીતુના જન્મદિવસ પર લંડન ગયો હતો. જ્યારે આલિયા ભટ્ટ અને તેની દિકરી રાહા માત્ર ભારતમાં જ હતા. કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ લખી છે.


કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, અન્ય સમાચારમાં નકલી પતિ-પત્નીની જોડી જે અલગ-અલગ ફ્લોર પર રહે છે. દંપતી હોવાનો ઢોંગ કરે છે. તેઓ ફિલ્મની જાહેરાતના બનાવટી સમાચાર ફેલાવી રહ્યા છે જે ખરેખર બની નથી રહી. જ્યારે તે એક બ્રાન્ડને પોતાની બ્રાન્ડ ગણાવી રહી છે. આ સિવાય કોઈએ નથી લખ્યું કે, પત્ની અને પુત્રી ફેમિલી ટ્રીપ પર નહોતા ગયા.


કંગનાએ લગાવ્યો સનસની આરોપ


કંગનાએ આગળ લખ્યું - કહેવાતા પતિ મને મળવા માટે વિનંતી કરી રહ્યો હતો. આ નકલી કપલનો પર્દાફાશ કરવાની જરૂર છે. કંગનાએ આગળ લખ્યું - આવું ત્યારે થાય છે જ્યારે તમે પ્રેમ માટે નહીં પરંતુ ફિલ્મના પ્રમોશન, પૈસા અને કામ માટે લગ્ન કરો છો. માફિયા ડેડી દ્વારા આ અભિનેતાને મૂવી ટ્રાયોલોજીનું વચન આપવામાં આવ્યું હતું. તેના દબાણ હેઠળ તેણે પાપા કી પરી સાથે લગ્ન કર્યા હતાં. ફિલ્મ ટ્રાયોલોજીનો અંત આવી ગઈ અને તે હવે આ નકલી લગ્નમાંથી મુક્ત થવા માંગે છે.


કંગનાએ આગળ કહ્યું હતું કે, પરંતુ તે તેના માટે દુ:ખદ છે. તેણે તેની પત્ની અને પુત્રી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ભારત છે, એકવાર તમે લગ્ન કરી લીધા એટલે પુરો. હવે સુધરી જાવ. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, કંગનાએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર નિશાન સાધ્યું છે. તેણે તેનું નામ લીધા વગર રણબીરના લગ્ન પર લખ્યું છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ટૂંક સમયમાં તેજસમાં જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે એરફોર્સ પાયલટની ભૂમિકામાં જોવા મળશે.


https://t.me/abpasmitaofficial