અફઘાનિસ્તાનમાં થયેલા તાલિબાની કબ્જા પર બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરૂદીન શાહે એક મોટું નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે, તાલિબાનની અફઘાનિસ્તાનાં વાપસી સમગ્ર દુનિયા માટે ચિંતાજનક
Afghanistan Crisis:અફઘાનિસ્તાનમાં થયેલા તાલિબાની કબ્જા પર બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરૂદીન શાહે એક મોટું નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે, તાલિબાનની અફઘાનિસ્તાનાં વાપસી સમગ્ર દુનિયા માટે ચિંતાજનક
અફઘાનિસ્તાની સરકારને ઉખેડીને તાલિબાનીએ અફઘાનિસ્તાનમાં કબ્જો કરતા, આ મુદ્દે દેશમાં સતત એક ડિબેટ ચાલી રહી છે. દેશનો એક વર્ગ સામાન્ય અફઘાની માનવ અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. જો કે કેટલાક લોકો તાલિબાનું સમર્થન પણ કરી રહ્યાં છે. આઆ દરમિયાન બોલિવૂડના મોટા ગજ્જાના દિગ્ગજ અભિનેતા નસીરૂદીન શાહે પણ તાલિબાનના વિરોધમાં નિવેદન આપ્યું છે અને તાલિબાનનું સમર્થન કરનાર લોકો પણ પ્રહાર કર્યો છે. નસીરૂદીન શાહે એક વિધાનમાં કહ્યું કે, ‘હિન્દુસ્તાનનો ઇસ્લામ અલહદા હૈ’ એટલે કે હિન્દુસ્તાનનો ઇસ્લામ અલગ છે.
નસીરૂદીન શાહે કરી તાલિબાનની નિંદા
આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા નસીરૂદીન શાહે કહ્યું કે, દુનિયાના અનેક દેશોમાં, જ્યાં ઇસ્લામિક પ્રથા અને રિવાજ છે. હિન્દુસ્તાનમાં તેનાથી બિલકુલ અલગ જ માન્યતા અને પ્રથા છે. તાલિબાનની જીત પર જશ્ન બનાવનાર પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે, ‘હિન્દુસ્તાનનો ઇસ્લામ અલહદા હૈ’ એટલે કે હિન્દુસ્તાનનો ઇસ્લામ અલગ છે. ઉર્દૂમાં તેમની એક રેકોર્ડેડ ક્લિપ સામે આવી છે. જેમાં તે તાલિબાનનું સમર્થન કરતા લોકો પર પ્રહાર કરી રહ્યાં છે.
તાલિબાનની વાપસી વિશ્વ માટે ખતરો
તેમણે કહ્યું કે, “અફઘાનિસ્તામાં તાલિબાનની વાપસી સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે. કેટલાક ભારતીય મુસ્લિમોનું બર્બર શાસન સામે જશ્ન પણ ચિંતાનો વિષય છે અન તે ખૂબ જ ખતરનાક છે. આપણે જ દરેક મુસ્લિમને પુછવું પડશે કે, તેમને ઇસ્લામનું આધુનિક સ્વરૂપ જોઇએ છે કે, સદીઓ જૂના રીત રિવાજ? તેમણે કહ્યું કે, દુઆ કરો કે, હિન્દુસ્તાન ઇસ્લામ ક્યારેય એટલું ન બદલે કે, તેને આપણે ઓળખી પણ ન શકીએ”