મુંબઇ:ત્રણ દિવસ પહેલા સાયરા બાનોને હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.


દિલીપ કુમારના નિધન પછી પત્ની સાયરા બાનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને પતિના નિધન પછી શોકમાંથી બહાર આવી શક્યા નથી. હવે પતિના નિધન પછી તેમની પણ તબિયત લથડી છે. તેઓ ત્રણ દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું છે. 54 વર્ષીય દિલીપ કુમાર સાથે રહેતી સાયરા બાનો પતિ દિલીપ કુમારના નિધનથી ભાંગી ગઈ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સાયરા ઉંડા શોકમાં છે. તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. જોકે, સાયરા બાનોની તબિયત સ્ટેબલ હોવાનું કહેવાઇ રહ્યું છે. પરંતુ બ્લડ પ્રેસર નોર્મલ થઈ રહ્યું નથી. ઓક્સિજન લેવલ પણ લો રહે છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હજુ તેમને ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે.


 સાયરા બાનુની ઉંમર 77 વર્ષની છે. આ વર્ષે જુલાઇમાં  તેમના પતિ ટ્રેજેડી કિંગ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું હતું.


દિલિપ કુમાર અને સાયરાબાની ઉંમર લગભગ 22 વર્ષનો ફરક છે.  બંને 1966માં લગ્ન કર્યાં હતા અને છેલ્લા 55 વર્ષથી બંને સાથે છે.જો કે દિલીપ કુમારના નિધનથી બંને અલગ થઇ ગયા. દિલીપ કુમારના મોત બાદ સાયરાબાનું એકલી પડી ગઇ છે અને તે બીમાર રહેવા લાગી છે. 2 મહિના વિતી ગયા છતાં પણ તે પતિ દિલીપ કુમારનના મોતના આઘાતથી બહાર નથી આવી શકી નથઈ. જેના કારણે જ તે બીમાર રહેવા લાગી છે.


દિલીપ કુમારના નિધન બાદ સાયરાબાનુએ કહ્યું હતું કે,” ભગવાને મારા જીવવાનો કારણ છીનવી લીધું. આ ઘટનાથી સાહેબ વિના હું કંઇ પણ વિચારી શકું તેમ નથી.  પ્લીઝ બધા દુઆ કરો”



હવે ફેન્સ અને શુભચિંતકો પણ સાયરાબાનોની તબિયતને લઇને ચિંતિત છે, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો તેમના સ્વાસ્થ્ય માટે દુવા કરી રહ્યાં છે.