Urvashi Rautela Tweet: બૉલીવુડ હસીની ઉર્વશી રૌતેલા ફરી એકવાર બહુજ ખરાબ રીતે સોશ્યલ મીડિયા પર ટ્રૉલર્સના નિશાન આવી ચઢી છે. ઉર્વશી રૌતેલા પોતાની પ્રૉફેશનલ લાઈફ કરતા વધારે તેની પર્સનલ લાઇફથી વધુ ચર્ચામાં રહે છે. તે મોટાભાગે હેડલાઈન્સમાં જ રહે છે. તેની પૉસ્ટની ફેન્સ અને ટ્રૉલ દ્વારા પણ આતુરતાથી રાહ જોવામાં આવે છે કારણ કે તે તેને ટ્રૉલ કરવાની એક પણ તક છોડતા નથી. ઉર્વશીએ આ વખતે કંઈક એવું પૉસ્ટ કર્યું છે જેના પછી તે ખરાબ રીતે ટ્રૉલ થઈ રહી છે. ખરેખરમાં, ઉર્વશી રૌતેલાએ અભિનેતા પવન કલ્યાણને આંધ્રપ્રદેશના સીએમ બતાવી દીધા છે. 


ઉર્વશી રૌતેલા અને પવન કલ્યાણ ફિલ્મ બ્રૉ ધ અવતારમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઉર્વશીએ પવન કલ્યાણ સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેના કેપ્શનમાં તેને અભિનેતાને મુખ્યમંત્રી ગણાવી દીધો છે.


ઉર્વશી રૌતેલાએ કર્યું ટ્વીટ - 
અભિનેતા પવન કલ્યાણ અને સાંઈ ધરમ તેજની ફિલ્મ બ્રૉમાં ઉર્વશી રૌતેલાનું એક ખાસ ગીત છે. ઉર્વશીએ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં બંને સાથે એક તસવીર શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેને કેપ્શનમાં લખ્યું – અમારી ફિલ્મ #BroTheAvatar માં આંધ્રપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરીને આનંદ થયો. આવતીકાલે, 28મી જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે, આ સ્ટૉરી એક અવિચારી માણસ વિશેની છે જેને મૃત્યુ પછી તેની ભૂલો સુધારવાની બીજી તક આપવામાં આવે છે.




ઉર્વશી રૌતેલા થઇ જોરદાર ટ્રૉલ - 
આ ટ્વીટ બાદ ઉર્વશી સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઈ રહી છે. લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું- મુખ્યમંત્રી... આ મહિલા ખરેખર ના તો સુંદર છે અને ના તો દિમાગની સ્પર્ધક છે. જેમાં અન્ય એક યૂઝરે લખ્યું- આમને કોણ બતાવશે? તે જ સમયે, કેટલાક લોકો પવન કલ્યાણનો જૂનો વીડિયો શેર કરી રહ્યા છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પોતાની આગામી ફિલ્મમાં પરવીન બાબીના રૉલમાં જોવા મળશે. આ અંગેની માહિતી તેણે પોતે સોશ્યલ મીડિયા પર આપી હતી. ઉર્વશીની ફિલ્મ બ્રૉ ધ અવતાર વિશે વાત કરીએ તો, તે તમિલ ફિલ્મ વિનોદય સિતમની રિમેક છે.