Randeep Hooda: બોલિવૂડ એક્ટર રણદીપ હુડાને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ઘોડા પર સવારી કરતી વખતે તે બેહોશ થઈ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો. અભિનેતા થોડા દિવસો પહેલા આ ઘટનામાં ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તબીબો દ્વારા તેને હાલ પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
કેવી રીતે થઈ હતી ઈજા?
ગયા વર્ષે સલમાન ખાન સાથે 'રાધે' માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે રણદીપને ઈજા થઈ હતી. જેના માટે ફિલ્મ હાઈવે સ્ટાર એક્ટરને તેના જમણા પગના ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી તેની સીરિઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. રણદીપે તેના ચાહકોને તેની તબિયતના ઘટનાક્રમથી અપડેટ રાખવા માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોસ્પિટલની તસવીરો પણ પોસ્ટ કરી છે.
ઈજા કેટલી જૂની હતી?
ઓપરેશન બાદ અભિનેતાએ એક જાણીતા સમાચારપત્રને તેની તબિયત વિશે જણાવ્યું હતું કે, મારો પગ સ્વસ્થ થઈ રહ્યો છે, ઓપરેશન બાદ કોઈ સમસ્યા નથી આવી રહી. હું એક અઠવાડિયામાં યોગ્ય રીતે હરવા ફરવા સક્ષમ થઈ જઈશ. મારા પિતા (રણબીર હુડ્ડા), જે ડૉક્ટર છે, મારા ઓપરેશન દરમિયાન હાજર હતા અને બધું સંભાળી લેતા હતાં. રણદીપે એ પણ ખુલાસો કર્યો હતો કે આ 12 વર્ષ જુની ઈજા હતી.
વીડિયો પણ શેર કર્યો
તેણે આગળ ઉમેર્યું હતું કે, મારા ડૉક્ટર ચેતન ઉનડકટ લાંબા સમયથી મારી સંભાળ રાખી રહ્યા છે કારણ કે હું પોતાને જ ઈજા પહોંચાડતો રહું છું. જમણા પગની આ ઈજા 12 વર્ષ પહેલા થઈ હતી. જ્યારે હું ઘોડા પરથી પડ્યો ત્યારે હું મારા જમણા પગ પર પડ્યો હતો અને નીચેનો ભાગ ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ ઈજાને સારી કરવા માટે પ્લેટ્સ અને સ્ક્રૂ મૂકવામાં આવ્યા હતા. જ્યારે રણદીપે ઓપરેશન પછીનો તેનો પહેલો વર્કઆઉટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, "પગનો ઉપયોગ કરી નથી શકતા? શરીરના ઉપલા ભાગ પર પાછા આવી રહ્યો છું..