Salman Khan Lifestyle : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે મુંબઈ પોલીસે ભાઈજાનની સુરક્ષા વધારી દીધી છે અને તેને મુંબઈની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સલમાન ખાનની જીવનશૈલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, ભાઈજાન પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તે એકદમ સાદું જીવન જીવે છે.
મુકેશ છાબરાએ સલમાનને લઈ કર્યો ખુલાસો
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જેની પાસે પૈસાની કોઈ કમી નથી. તે દર વર્ષે સુપરહિટ ફિલ્મો આપીને કરોડોની કમાણી કરે છે. આ ઉપરાંત તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ તેમ છતાં સલમાન ખાન સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. ડિરેક્ટર મુકેશ છાબરાએ રણવીર સિંહના ચેટ શોમાં આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે, સલમાન ખાન હાલ પણ માત્ર 1 BHK ઘરમાં રહે છે.
કરોડોની સંપત્તિનો માલિક આજે પણ જીવે છે સાદું જીવન
'બજરંગી ભાઈજાન' અને 'ટ્યુબલાઇટ' સહિત અનેક ફિલ્મોમાં સલમાનને કાસ્ટ કરી ચૂકેલા મુકેશ છાબરા કહે છે કે, તે સલમાનને 10 વર્ષથી ઓળખે છે. પરંતુ, તે જોઈને આશ્ચર્ય થાય છે કે, આજે પણ સલમાન તેના પરિવાર સાથે 1 BHK ફ્લેટમાં રહે છે. જ્યારે તેમની પાસે પૈસાની કોઈ જ કમી નથી.
સલમાન ખાન બધાને ગમે છે
'ધ રણવીર શો'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકેશ છાબરાએ કહ્યું, 'તે એકમાત્ર વ્યક્તિ છે જે હંમેશા તમારી મદદ માટે ઉપલબ્ધ રહેશે. તે હંમેશા તમારા સમર્થનમાં આગળ છે. તે પ્રામાણિક છે અને તેને લોકોનો ઘણો પ્રેમ મળે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધા જ તેને પસંદ કરે છે. પરંતુ સ્ટારડમ હોવા છતાં સલમાન ખાન સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.
સલમાનના ઘરમાં એક જ સોફા
સલમાન ખાનની જીવનશૈલી પર આગળ વાત કરતા મુકેશ છાબરાએ કહ્યું હતું કે, ખૂબ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાન પોતે હજુ પણ 1BHK એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને કોઈપણ પ્રકારની લક્ઝરી પસંદ નથી. જેમાં એક સોફા, એક ડાઇનિંગ ટેબલ અને એક નાનકડો હોલ છે જ્યાં તે લોકો સાથે વાત કરે છે. તો એક નાનું જિમ અને એક રૂમ છે.
ભાઈજાનને સાદું જીવન જીવવું ગમે છે
મુકેશ છાબરાએ વધુમાં કહ્યું હતું કે, સલમાન ખાન તેની 30 વર્ષની કારકિર્દીમાં સ્ટારડમના દબાણ હેઠળ રહ્યો છે. તેના પર જ નહીં આ દબાણ આમિર ખાન અને શાહરૂખ ખાન પર પણ છે. પરંતુ તેમ છતાં મેં આજ સુધી સલમાન ખાનને બદલતા જોયો નથી. તે હંમેશા આ રીતે સાદું જીવન જીવે છે. આટલું જ નહીં તેને બ્રાન્ડ પસંદ નથી કે મોંઘી વસ્તુઓ ખરીદવી પણ પસંદ નથી. જાહેર છે કે, સલમાન ખાન 2850 કરોડની સંપત્તિના માલિક છે.
Bollywood : 2850 કરોડની સંપત્તિનો માલિક તોયે કેમ 1 BHKમાં રહે છે સલમાન ખાન?
gujarati.abplive.com
Updated at:
20 Mar 2023 08:23 PM (IST)
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે મુંબઈ પોલીસે ભાઈજાનની સુરક્ષા વધારી દીધી છે.
સલમાન ખાન
NEXT
PREV
Published at:
20 Mar 2023 08:23 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -