Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer Create New Record: સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નવા ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સલમાન ખાનની આ આવનારી ફિલ્મનું ટ્રેલર 24 કલાકની અંદર યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય ઘણા પ્લેટફોર્મ પર 51 મિલિયન વખત જોવામાં આવ્યું છે. સલમાનની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.



ચાહકો ખુશખુશાલ

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ટ્રેલર જોઈને એક યુઝરે કોમેન્ટ કરી, 'લાંબી રાહ જોયા પછી અને તેને ઘણું ગુમાવ્યા બાદ ભાઈજાનને એક પરફેક્ટ અવતાર જોવા મળે છે જે તેને ખરેખર વ્યાખ્યાયિત કરે છે. ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે સલમાનના ઘણા ચાહકો એવું પણ કહે છે કે, 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સલમાનના પાત્રે તેમને તેની પાછલી ફિલ્મોની રૂથલેસ અને તાબડતોબ એક્શનની યાદ અપાવી દીધી છે.

આ મામલે ટિપ્પણી કરતા અન્ય યુઝરે કહ્યું હતું કે, આ ટ્રેલર મને 'વોન્ટેડ' અને 'ગર્વ'ના સલમાન ખાનના નિર્દય અને શાનદાર એક્શન કેરેક્ટરની યાદ અપાવે છે. આ ફિલ્મ ખરેખર અદ્ભુત બનવાની છે. આ બધા સિવાય સલમાન ખાનના અન્ય એક પ્રશંસકે કમેન્ટ કરી કે, 'હાલના સમયમાં આ ચોક્કસપણે એક શ્રેષ્ઠ એક્શન સીન છે, જે સલમાનથી સારી એક્શન કોઈ કરી શકે નહીં.'

ફિલ્મની સ્ટાર કાસ્ટ

ફરહાદ સામજીએ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં પહેલીવાર સલમાન ખાન અને પૂજા હેગડેની જોડી અદભૂત રીતે જોવા મળશે. આ બંને સિવાય વેંકટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર જેવા સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળવાના છે. એક્શન-ફેમિલી-ડ્રામા અને રોમાન્સથી ભરેલી આ ફિલ્મ ઈદ 2023ના અવસર પર રિલીઝ થશે. આ સાથે, તેને ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે.

Watch: VFXનો કમાલ નથી સલમાન ખાનના 6 પેક એબ્સ, ઇવેન્ટમાં એક્ટરે શર્ટ ખોલીને કર્યું સાબિત

Salman Khan Six- Pack Abs: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર સોમવારે મુંબઈમાં ફિલ્મની સમગ્ર કાસ્ટની હાજરીમાં એક ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાને તેના શરીર અને ખાસ કરીને તેના સિક્સ પેક એબ્સ વિશે પણ વાત કરી હતી. એવી અફવાઓ હતી કે ભૂતકાળમાં મોટા પડદા પર સલમાનના શરીરને રિફાઇન કરવા માટે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.