Satish Kaushik Death : બોલિવૂડના દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકના મૃત્યુના કેસમાં દિલ્હી પોલીસને વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું છે. અગાઉ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુંને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સતીશ કૌશિકનું ખરેખર કુદરતી મૃત્યું હતું કે કંઈક બીજું તેને લઈને સવાલ ઉભા થયા હતાં. જેનો આજે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે.
દિલ્હી પોલીસના રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કૌશિકને હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી હતો. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના પુરાવા મળ્યા નથી. કૌશિકનું પોસ્ટમોર્ટમ ચાર ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું જે ધમનીમાં બ્લોકેજને કારણે થયું હતું. મૃત્યુનું કારણ કુદરતી હોવાનું જણાય છે. વિસેરા સાચવવામાં આવ્યો છે. કૌશિક દિલ્હીમાં એક મિત્રના ઘરે હતો ત્યારે તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ કૌશિશના મૃતદેહને વિમાનમાં મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. સાંજે લગભગ 6.30 વાગ્યે મૃતદેહને મુંબઈ એરપોર્ટથી વર્સોવામાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે એ ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી છે જ્યાં અભિનેતા-ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક એક પાર્ટીમાં સામેલ થયા હતા. તેના એક જ દિવસ બાદ અભિનેતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
66 વર્ષીય અભિનેતા સતીશ કૌશિકનું ગુરુગ્રામની હોસ્પિટલમાં લઈ જતી વખતે ગુરુવારે સવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. બુધવારે રાત્રે તેમની તબિયત બગડી હતી અને તેમને દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પાર્ટીમાં આવનાર મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
"તેરે નામ" અને "મુઝે કુછ કહેના હૈ" જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર કૌશિકના પરિવારમાં પત્ની શશી અને પુત્રી વંશિકા છે.
Satish Kaushik: મોત મામલે નવો ખુલાસો, ફાર્મ હાઉસ પર મળી કેટલીક આ પ્રકારની દવાઓ
સતીશ કૌશિકના અચાનક નિધનના સમાચારથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ કૌશિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું.તેમના ફાર્મ હાઉસ પર કેટલીક દવાઓ મળી આવી છે.
બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું ભૂતકાળમાં અચાનક અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સતીશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ત્યારે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે.