Actress Shamita Shetty Endometriosis Disease: હાલમાં જ બૉલીવુડની (Bollywood) હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ (Actress Shamita) સોશિયલ મીડિયા પર પોતાની બિમારી વિશે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસ હાલમાં જ એક ગંભીર અને જોખમી બિમારીની ઝપેટમાં આવી છે, જેનુ નામ એન્ડૉમેટ્રિઓસિસ (Endometriosis) છે, એન્ડૉમેટ્રિઓસિસ નામની બિમારીથી પીડિત એક્ટ્રેસ હાલમાં હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ છે અને સર્જરી પણ કરાવી છે.


સોશ્યલ મીડિયા પર આપી બિમારીની જાણકારી
અભિનેત્રીએ હૉસ્પિટલમાંથી એક વીડિયો બનાવ્યો જેમાં તેણે વીડિયો શેર કરતા દરેક મહિલાઓને  જાગૃત (Woman Awareness) કરવાનો પ્રયાસ કર્યો, અભિનેત્રીએ પૉસ્ટમાં લખ્યું- શું તમે જાણો છો કે લગભગ 40% મહિલાઓ એન્ડૉમેટ્રિઓસિસથી પીડિત છે અને આપણામાંથી મોટાભાગની મહિલાઓ તેનાથી પીડાય છે. આ રોગ અજ્ઞાત છે. હું મારા બંને ડૉકટરો, ડૉ. નીતા વર્ટી અને જીપી ડૉ. સુનિતા બેનર્જીનો આભાર માનું છું કે જ્યાં સુધી તેઓને મારી પીડાનું મૂળ કારણ ન મળે ત્યાં સુધી રોકાયા નહીં. હવે જ્યારે મારી બિમારી સર્જરી દ્વારા દૂર કરવામાં આવી છે, હું જલ્દીથી સાજા થવાની આશા રાખું છું.






વીડિયોના બેકગ્રાઉન્ડમાં શમિતાની બહેન શિલ્પા શેટ્ટીનો અવાજ સાંભળી શકાય છે. શિલ્પાએ શમિતાનો મેસેજ કેમેરામાં કેદ કર્યો.


સુમોના ચક્રવર્તી, શ્રુતિ હાસન, સેલિના જેટલીએ પણ આ સહન કર્યુ છે દુઃખ - 
થોડાક વર્ષો પહેલા 'ધ કપિલ શર્મા' શૉની સુમોના ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પૉસ્ટમાં કહ્યું હતું કે તે 2011 થી એન્ડૉમેટ્રિઓસિસથી પીડિત છે. વર્ષ 2021 માં અભિનેત્રીએ એક Instagram પૉસ્ટમાં આ વિશે વિગતવાર વાત કરી હતી.


અભિનેત્રી સેલિના જેટલી પણ આ બિમારીનો ભોગ બની છે. કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને જૂન 2022 માં સોશિયલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરીને તેના ચાહકોને આ રોગ વિશે જણાવ્યું હતું.


શું હોય છે એન્ડૉમેટ્રિઓસિસ ?
એન્ડૉમેટ્રિઓસિસ એ ગર્ભાશયની સમસ્યા છે. ગર્ભાશયની અસ્તરને એન્ડૉમેટ્રીયમ કહેવામાં આવે છે. જ્યારે ગર્ભાશયની અસ્તર ધરાવતી પેશીઓની વૃદ્ધિ અસામાન્ય બની જાય છે, ત્યારે આ પેશીઓ ગર્ભાશયની બહાર ફેલાવા લાગે છે.


કેટલીકવાર એન્ડોમેટ્રીયમનું આ અસ્તર અંડાશય, પેલ્વિસ, બાઈલ વગેરે સહિત અન્ય પ્રજનન અંગોમાં ફેલાય છે. આવી સ્થિતિમાં એન્ડૉમેટ્રિઓસિસની સમસ્યા ઊભી થાય છે.