Khatron Ke Khiladi 14: સ્ટંટ આધારિત રિયાલિટી શૉ 'ખતરોં કે ખિલાડી 14'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ શૉ સૌથી ફેવરિટ રિયાલિટી શૉમાંથી એક રહ્યો છે. બિગ બૉસ 17 ના અંતથી ચાહકો ખતરોં કે ખિલાડી શરૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. રોહિત શેટ્ટીના શૉમાં જવાના સ્ટાર્સને લઈને ઘણા પ્રકારના સમાચાર આવ્યા છે. ગમશીર મહાજાનીએ પુષ્ટિ કરી હતી કે તે આ શૉનો પ્રથમ કન્ફર્મ્ડ સ્પર્ધક છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે આ શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


કન્ફોર્મ થયા આ પૉપ્યૂલર સ્ટાર્સ 
આ ઉપરાંત 'બિગ બૉસ 13' ફેમ અસીમ રિયાઝ અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફને પણ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહ્યાં છે. નિર્માતાઓએ આખરે ખુલાસો કર્યો છે કે રોહિત શેટ્ટીની ખતરોં કે ખિલાડી 14 માટે અભિષેક કુમાર, સમર્થ જુરેલ, કરણ વીર મેહરા, નિયતિ ફતનાની અને અદિતિ શર્માને કન્ફર્મ કરવામાં આવ્યા છે.


શૉમાં જોડાવા અંગે અદિતિ શર્માએ કહ્યું, 'મને 'ખતરો કે ખિલાડી' સાથે નવું કામ કરવાની તક મળી છે. હવે હું ખતરોં કે ખિલાડીમાં પગ મૂકતાં જ દર્શકોને મારી એક નવી બાજુ જોવા મળશે જે મોટાભાગે અદ્રશ્ય છે. કરણ વીર મહેરાએ પણ આ શોમાં જોડાવાની વાત કરી હતી. તેણે કહ્યું, 'ખતરોં કે ખિલાડી 14'ની એડ્રેનાલિનથી ભરપૂર રાઈડનો ભાગ બનવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ તક એક સ્વપ્ન સાકાર થવા જેવી છે, આગળ વધવાની તક છે.


આ સાથે નિયતિ ફતનાનીએ કહ્યું, 'ખતરોં કે ખિલાડીની નવી સીઝન રિયાલિટી શૉથી મારી ડેબ્યૂ હશે. હું માનું છું કે આ શો મને મારા ડરને દૂર કરીને આગળ વધવાની યોગ્ય તક આપશે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 17 સ્ટાર સમર્થ જુરેલ ઉર્ફે ચિન્ટુ પણ 'ખતરો કે ખિલાડી 14' સાથે જોડાઈ રહ્યો છે. તેણે કહ્યું, 'બિગ બોસની રૉલરકૉસ્ટર રાઈડ પછી દર્શકો મને આ વખતે સ્ટંટ કરતા જોશે. નવી જગ્યાએ સ્ટંટ કરવાનો રોમાંચ હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.


આ સાથે બિગ બૉસ 17ના ફર્સ્ટ રનર અપ અભિષેક કુમારે પણ આખરે આ શો કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આશિષ મેહરોત્રા, મનિષા રાની, મન્નરા ચોપરા, નિમ્રિત કૌર આહલુવાલિયા અને ઘણા સ્ટાર્સનો સ્ટંટ આધારિત રિયાલિટી શૉ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.