બૉલીવુડે સવાલો ઉઠાવતા કહ્યું કે દેશમાં મંદિરો બંધ છે, પણ દારુના અડ્ડાઓ અને દુકાનો ખુલ્લી છે. આ હસ્તીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં ઉડાવતી દુકાનોની બહાર લાગેલી લાંબી લાઇનો અને અસભ્ય વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે.
તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણે સરકારના આ નિર્ણયની નિંદા કરી છે. તેને ટ્વીટ કર્યુ- આ જીવલેણ બિમારીની વચ્ચે બધા મંદિરો, મસ્જિદો અને ચર્ચને જબરદસ્તીથી બંધ કરાવવા પડ્યા છે, કેમકે સોશ્યલ ડિસ્ટન્સિંગ સંભવ નથી. પણ દારુની દુકાનો ખોલવી ઠીક છે. ભલે તે સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં ઉડાવી રહ્યાં હોય.
અભિનેત્રી પુજા ભટ્ટે પણ લખ્યું- તમને ગમે કે ના ગમે, એક એવો સમાજ જ્યાં માનસિક સમસ્યાઓને સ્વીકાર નથી કરવામાં આવતો. દારુ જ આ બધાને દરેક સમસ્યાનો રસ્તો દેખાય છે. લોકો અનિશ્ચિતતતા સામે ઝઝૂમી રહ્યાં છે. આ લોકો માટે દારુની બૉટલો બચવાનો એક રસ્તો છે. જો તમે આ સમસ્યાઓને દુર કરવા માંગો છો તો પહેલા લોકોની તકલીફોને દુર કરો.
આ ઉપરાંત ફિલ્મકાર હંસલ મહેતા, અભિનેતા રોહિત રૉય, ફિલ્મકાર ઓનીર સહિતા સેલેબ્સે દારુની દુકાનો ખોલવાના નિર્ણય પર નારાજગી દર્શાવી છે.