Box Office Release Today: નવેમ્બરના પહેલા શુક્રવારે એટલે કે આજે બૉક્સ ઓફિસ પર ત્રણેય ફિલ્મો રિલીઝ થઇ રહી છે. કેટરીના કૈફ (Katrina Kaif)ની ‘ફોન ભૂત’ (Phone Bhoot) થી લઇને જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) સ્ટારર ‘મિલી’ (Mili) અને સોનાક્ષી સિન્હા -હુમા કુરેશી સ્ટારર ‘ડબલ એક્સએલ’ આજે સિનેમાઘરોમાં એન્ટ્રી કરી રહી છે. ત્રણેય ફિલ્મો અલગ અલગ કૉન્સેપ્ટ પર બનેલી છે. એટલા માટે આ ત્રણેય ફિલ્મોને લઇને ફેન્સ ખુબ આશાવાદી છે. 


‘ફોન-ભૂત’ને મળી શકે છે સારી ઓપનિંગ 
કેટરીના  કૈફ, સિદ્વાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર સ્ટારર ‘ફોન-ભૂત’ને લઇને ખુબ બઝ છે. ટ્રેલર અને ગીતો રિલીઝ થયા બાદથી જ ફિલ્મનો ઇન્તજાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મથી કેટરીના એક લાંબા બ્રેક બાદ કમબેક કરી રહી છે. આવામાં કેટરીના કૈફના કારણે આ ફિલ્મને ફાયદો થઇ શકે છે. સ્ટૉરીની વાત કરીએ તો ગુરમીત સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કેટરીના કૈફ 'ભૂત'નો રૉલ કરતી દેખાશે, જ્યારે સિદ્વાંત અને ઇશાનને 'ઘૉસ્ટબસ્ટર્સ' તરીકે બતાવામાં આવ્યા છે.


સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'મિલી' આજે થઇ રહી છે રિલીઝ 
જ્હાન્વી કપૂરની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'મિલી' પણ આજે રિલીઝ થનારી બીજી ફિલ્મ છે. આ મલયાલમ થ્રિલર 'હેલેન'ની અધિકારિક રીમેક છે. ફિલ્મમાં જ્હાન્વી કપૂરે મિની નૌડિયાલ નામની છોકરીનો રૉલ કર્યો છે. તે પોતાના પિતાની સાથે એકલી રહે છે. વિદેશ નોકરી માટે તેને ઓફર મળે છે, અને તે પોતાની પુરી તૈયારી પણ કરી લે છે. પછી અચાનક કહાણીમાં ટ્વીસ્ટ આવે છે. 'મિલી' જ્યાં કામ કરતી હોય છે, ત્યાં માઇનસ ડિગ્રી ટેમ્પરેચરના ફ્રિઝરમાં તે બંધ થઇ જાય છે. પોલીસથી લઇને પરિવારજનો તેની શોધખોળમાં જોડાઇ જાય છે. મિલી ઠંડીના કારણે લપેટાઇ જાય છે. પરંતુ આગળની કહાણી માટે ફિલ્મ જોવી જરૂરી છે. 


ડબલ એક્સએલ પણ આજે થઇ રહી છે રિલીઝ - 
બૉડી શેમિંગ પર બેઝ્ડ ફિલ્મ ડબલ એક્સએલ આજે રિલીઝ થનારી તે ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં હુમા કુરેશી, સોનાક્ષી સિન્હા અને જહીર અકબાલ મુખ્ય રૉલમાં છે. આ એક કૉમેડી ફિલ્મ છે. જેના દ્વારા દર્શકોને મનોરંજન કરવાની સાથે એક મોટો મેસેજ પણ આપવાની કોશિશ પણ કરવામાં આવી છે. ખસા કરીને ફિલ્મમાં તે સમાજને આઇનો બતાવવામાં આવ્યો છે, જેની નજરમાં છોકરીઓ-મહિલાઓને સુંદર હોવાનો અર્થ પાતળુ હોવુ થાય છે. ફિલ્મમાં હુમા અને સોનાક્ષી બન્નેને પોતાની વજન ખુબ વધારવુ પડ્ય. બન્ને એક્ટ્રેસે ફિલ્મ માટે પોતાનુ વજન 10 થી 15 કિલો વધાર્યુ હતુ. તેમને એક એક પ્રૉપર ડાયેર ફોલો કર્યુ, જેથી તેમને પાત્રોને જસ્ટીફાય કરી શકે.