Amitabh Bachchan-BMC News: બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનને તેમના બંગલા 'પ્રતિક્ષા'ને લઈને BMC તરફથી નોટીસ સંદર્ભે બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે બૃહદમુંબઈ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે કે, અરજીકરનાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સામે ત્રણ અઠવાડિયા સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી ના કરવી. સાથે જ હાઈકોર્ટે બચ્ચન દંપત્તિને આદેશ આપ્યો છે કે, પ્રતિક્ષા બંગલાના ભાગના અધિગ્રહણ માટે મોકલાયેલી નોટીસ સામે બીએમસીમાં આવેદન આપી રજૂઆત કરે. 


અમિતાભ-જયાએ આ અઠવાડિયામાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાઃ


બચ્ચન દંપત્તિએ બીએમસી તરફથી મળેલી નોટીસને પડકારતાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં ન્યાયમૂર્તિ આરડી ધનુકા અને ન્યાયમૂર્તિ એસએમ મોદકની ખંડપીઠે તેમને બે અઠવાડિયામાં એક આવેદન આપવાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે કહ્યું કે, "જ્યારે આવેદન દાખલ થઈ જાય તો બીએમસી 6 અઠવાડિયા બાદ આના પર સુનાવણી કરવાનો નિર્ણય લેશે. નિર્ણય કર્યા બાદ અરજીકર્તાઓ સામે ત્રણ અઠવાડિયાઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહી કરવામાં આવે."


અદાલતે એ પણ કહ્યું કે, જરુર પડે તો બચ્ચન દંપત્તિના વકિલોની વ્યક્તિગત સુનાવણી પણ કરાઈ શકે છે. અરજીમાં બીએમસીની નોટીસને રદ કરવા અને નગરપાલિકાને ભૂમિ અધિગ્રહણની દિશામાં કોઈ કાર્યવાહી કરતાં રોકવા માટે મનાઈ હુકમ બહાર પાડવા માટે માંગ કરાઈ હતી. 


બચ્ચન દંપત્તિને 20 એપ્રિલ 2017એ બે નોટીસ અપાઈ હતી જેમાં કહ્યું હતું કે, તેમના આવાસની સંપત્તિ પાસે જમીનનો કેટલોક ભાગ રસ્તાની નિયમિત લાઈનની અંદર છે અને બીએમસી આ જમીનનું અધિગ્રહણ કરવા માંગે છે. 


મામલે રસ્તો પહોળો કરવાનો છેઃ


બચ્ચન દંપત્તિએ આ મામલે બીએમસીના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે પ્રતિનિધિઓની નિમણૂંક કરી છે. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, બંગલાની ભાગની સામેની બાજુ રસ્તો પહોળો કરવો વધુ સરળ રહેશે. બચ્ચન દંપત્તિએ અરજીમાં કહ્યું છે કે, 28 જાન્યુઆરી 2022 સુધી 4 વર્ષ અને 9 મહિનાના સમયમાં બીએમસીએ નોટીસના અમલમાં કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. હવે અત્યારે બીએમસી અધિકારીઓએ મોખિક રુપથી બચ્ચન દંપત્તિને સૂચના નહોતી આપી કે તેઓ આ નોટીસ અંગે હવે કાર્યવાહી કરી રહ્યા છે.