Salman Khan:  સલમાન ખાનને 2019ના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ અંતર્ગત સલમાન ખાને હવે અંધેરી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. હાઈકોર્ટે અંધેરી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને પણ રદ કરી દીધું છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે સલમાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ પણ આપ્યો છે. નોંધનીય છે કે 2019માં એક પત્રકારે સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. પત્રકારે અભિનેતા પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.






 


શું હતી ઘટના?


નોંધનીય છે કે  વર્ષ 2019માં એક પત્રકાર અશોક પાંડેએ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. પત્રકારે બાદમાં આ અંગે અંધેરીના મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને લઈને પત્રકારના વકીલે બાદમાં કહ્યું હતું કે આ ઘટના 24 એપ્રિલ 2019ની સવારે બની હતી. અશોક પાંડે સલમાન ખાન સાથે ફોટો પડાવી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાના બોડીગાર્ડે પત્રકાર પાસેથી તેનો ફોન છીનવી લીધો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેને ધમકી પણ આપી હતી. પોલીસે તેની ફરિયાદ પણ લખી ન હતી, ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.


સલમાન વિરુદ્ધ અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો


ફરિયાદી પત્રકાર અશોક પાંડેએ અંધેરીના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ હેઠળ, અભિનેતા વિરુદ્ધ IPC કલમ 323 (ઇજા પહોંચાડવી), 392 (લૂંટ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે આ જ મામલે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે આજે પત્રકાર દ્વારા અભિનેતા પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને સલમાન ખાનને ક્લીનચીટ આપી છે.