Boycott Flipkart : ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેના ચાહકો તેમને યાદ કરીને ભાવુક થઈ જાય છે. સુશાંતના મોત પાછળ અનેક થિયરીઓ સામે આવી હતી જેમ કે, અભિનેતા ડિપ્રેશનમાં હતો, ડ્રગ્સ લેતો હતો, નેપોટિઝમનો શિકાર હતો વગેરે. પણ સત્ય શું હતું એ તો માત્ર સુશાંત જ જાણતો હતો. તેના ચાહકો હજી પણ તેના કેસમાં ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલમાં સુશાંતના ચાહકો ગુસ્સામાં છે અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જાણો શું છે સમગ્ર કેસ?




સુશાંતના ટી-શર્ટ પર શું લખ્યું હતું?


વાસ્તવમાં ફ્લિપકાર્ટ પર એક ટી-શર્ટ વેચાણ માટે ઉપલબ્ધ છે, જેના પર સુશાંતનો ફોટો છે. હવે તમે વિચારશો કે જો ટી-શર્ટ પર સુશાંતનો ફોટો છપાયેલો હોય તો તેમાં વાંધો શું છે? વાસ્તવમાં સુશાંતસિંહ રાજપૂતના ચાહકો ટી-શર્ટ પર સુશાંતના ફોટો નીચે જે લખાણ લખવામાં આવ્યું છે તેને લઇને ભડક્યા છે. સુશાંતના ફોટો નીચે લખવામાં આવ્યું છે ‘Depression is like drowning’. જેનો અર્થ થાય છે કે 'ડિપ્રેશન ડૂબવા જેવું છે'.. આ ટી-શર્ટની કિંમત 179 રૂપિયા છે.




સુશાંતના ચાહકોએ ગુસ્સો વ્યક્ત કર્યો


ફિલ્પકાર્ટના આ કૃત્યથી સુશાંતના ચાહકો ગુસ્સામાં છે. લોકો ટ્વિટ કરીને ફિલિપકાર્ટના બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.