Aishwarya Rai Bachchan In Cannes 2023: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ પર એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રીના રેડ કાર્પેટ લુકની પ્રથમ તસવીર સામે આવી છે. ઐશ્વર્યા રાયનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સિલ્વર કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.






 






ઐશ્વર્યા અનોખો ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી


ઐશ્વર્યાના આ ડ્રેસની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવું કહેતા જોવા મળે છે કે ઐશ્વર્યા ઘુંઘટ ઓઢીને કાન્સમાં પહોંચી હતી. આ પહેલા અભિનેત્રી પણ પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. લીલા રંગનો વેલેન્ટિનો ડ્રેસ પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ગ્રીન ડ્રેસમાં અભિનેત્રી અનુપમા ચોપરા સાથે પોઝ આપતી જોવા મળી હતી.






આ દરમિયાન બધાની નજર ઐશ્વર્યાના ફૂટવેર પર ટકેલી હતી. પ્રથમ દેખાવ દરમિયાન ઐશ્વર્યાએ પીવીસી હાઇ હીલ્સ પહેરી હતી, જે પહેરીને એશ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.






તમને જણાવી દઈએ કે 2002થી ઐશ્વર્યા રાય સતત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. આ વખતે ઐશ્વર્યા સિવાય સારા અલી ખાન, ઉર્વશી રૌતેલા અને માનુષી છિલ્લર પણ કાન્સમાં પહોંચી છે.