મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાના વકીલ નિતિન સતપુતે વિરુદ્ધ ખોટો આરોપ લગાવીને ફરિયાદ કરવાના મામલે એક મહિલા સહિત બે લોકોની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એક મહિલાએ વકિલ વિરુદ્ધ માહિમ પોલીસ સ્ટેશનમાં નવેમ્બરમાં ફરિયાદ કરી હતી કે વકીલે તેના વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.


તેમણે કહ્યું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વકીલ વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ ખાટા છે અને એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાના પાટેકર વિરુદ્ધ તનુશ્રીએ લગાવેલ શોષણ અને દુર્વ્યવહાર મામલે સતપુતે કેસ લડી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ વર્ષ 2009મા ફિલ્મ ‘હોર્ન ઓફ પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન સેટ પર તેની સાથે શોષણ અને દુર્વ્યવહાર કર્યા હોવાનો આરોપ લગાવ્યા હતા. તનુશ્રીના ખુલાસા બાદ #MeToo મેવમેન્ટ હેઠળ બોલિવુડમાં શોષણની કેટલીક અન્ય કહાનીઓ બહાર આવવા લાગી હતી અને એક પછી એક જાણીતિ હસ્તીઓના નામ સામે આવ્યા.

જોકે બીજી તરફ નાનાએ પોતાના ઉપર લાગેલા બધા આરોપ ફગાવ્યા હતા. ત્યાર બાદ આ મામલે તપાસ થઈ અને નાના પાટેકરને ક્લીન ચિટ મળી. જોકે તનુશ્રી દત્તા આ વાતથી ખુશ નહોતી અને તેને મુંબઈ પોલીસના નિર્ણયને ખોટો ગણાવ્યો અને 2019માં તનુશ્રીના વકીલે પોલીસની બી સમરી રિપોર્ટ સામે અંધેરીના એક મજિસ્ટ્રેટ કોર્ટમાં પેટિશન દાખલ કરાવી હતી.