મુંબઈ: સુશાંત સિંહ રાજપુત કેસમાં તેના પાડોશીએ મોટો ખુલાસો કર્યો છે. સુશાંતના પાડોશી એક મહિલાએ કહ્યું કે, 13 જૂનની રાત્રે સુશાંતના ઘરની લાઈટ બંધ હતી. માત્ર રસોડાની લાઈટ ચાલુ હતી. પડોશીએ કહ્યું કે, સુશાંતના ઘરની લાઈટ બંધ નહોતી રહેતી.

મહિલાએ દાવો કર્યો કે, 13 જૂનની રાતે સુશાંત સિંહ રાજપુતના ઘર પર પાર્ટી નહોતી થઈ, આ મામલે કંઈક ગડબડ છે. સૂત્રો અનુસાર, સીબીઆઈ મહિલાની પૂછપરછ કરી શકે છે..

માનવામાં આવી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપુતની પાડોશીના નિવેદને અનેક સવાલો ઉભા કરી દીધાં છે. ખાસ વાત એ છે કે, મહિલાએ મીડિયા સામે આ નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શનિવારે સીબીઆઈની ટીમ બપોરે 2 વાગ્યાને 25 મિનિટે સુશાંતના ઘરે પહોંચી હતી. તેમની સાથે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ અને મુંબઈ પોલીસની ટીમ પણ હતી. તે સિવાય સિદ્ધાર્થ પિઠાની, દીપેશ અને નીરજને પણ સીબીઆઈની ટીમ સાથે લઈ આવી હતી. આ ત્રણેય ઘટના સ્થળે હાજર હતા. સીબીઆઈ દ્વારા સીન ઓફ ક્રાઈમને રીક્રીએટ કરવામાં આવશે. મુંબઈ પહોંચ્યા બાદ સુશાંત કેસ મામલે સીબીઆઈ ટીમની તપાસનો આજે બીજો દિવસ છે.