Celebs Happy New Year 2023 Wishes: સમગ્ર વિશ્વએ દિલ ખોલીને નવા વર્ષ 2023નું સ્વાગત કર્યું છે. દરેક જગ્યાએ હેપ્પી ન્યૂ યર 2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા લોકો આ નવા વર્ષ માટે તેમના પરિવાર, મિત્રો અને નજીકના લોકોને અભિનંદન આપી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ કેવી રીતે પાછળ રહી શકે? બી ટાઉન ઈન્ડસ્ટ્રીમાં પણ હેપ્પી ન્યૂ યર 2023નો રંગ જામ્યો છે. તમામ સેલેબ્સે પોતાના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આ સાથે મતેના નવા વર્ષની ઉજવણીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Continues below advertisement

આ સેલેબ્સે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

બોલિવૂડ સુપરસ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટે મોડી રાત્રે તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર અને મિત્રો સાથે નવા વર્ષ 2023ની ઉજવણી કરી હતી આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઉજવણીની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આલિયાના આ ફોટામાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી તેની બહેન શાહીન ભટ્ટ, રણબીર કપૂર અને તેના તમામ મિત્રો સાથે નવું વર્ષ ઉજવી રહી છે. આ તસવીરોના કેપ્શનમાં આલિયાએ લખ્યું છે કે, હેપ્પી ન્યૂ, ન્યૂ વિથ માય ડિયર. આ રીતે આલિયાએ બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આલિયા ઉપરાંત એક્ટર અર્જુન કપૂરે પણ ન્યૂ યર સેલિબ્રેશનની તસવીર શેર કરીને ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. અર્જુનના આ ફોટોમાં વરુણ ધવન, નતાશ દલાલ, મલાઈકા અરોરા અને મોહિત મારવાહ જેવા ફિલ્મી કલાકારો જોવા મળે છે.

Continues below advertisement

 

સની લિયોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોને ઇન્સ્ટાગ્રામ પર નવા વર્ષની ઉજવણીનો એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને તેના પ્રિયજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પોતાના અભિનયથી સૌના દિલ જીતનાર અભિનેત્રી મૌની રોયે પણ ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ સિવાય બોલિવૂડના અનેક દિગ્ગજોએ ન્યૂ યર સેલિબ્રેશનના ફોટા તેમજ વીડિયો શેર કર્યા છે અને ચાહકોને પણ શુભકામના પાઠવી છે.