Actress Janhvi Kapoor On Mili: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. 12 ઓક્ટોબરે આ ફિલ્મનુ પૉસ્ટર અને ટીજર રિલીઝ થયુ હતુ. ટીજરમાં જ્હાન્વી બિલકુલ અલગ અંદાજમાં દેખાઇ રહી હતી. વળી, 15 ઓક્ટોબરે આ ફિલ્મનુ ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, જે રુવાંટા ઉભા કરી દેનારુ હતુ. 


આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ  છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે. ખરેખરમાં, ‘મિલી’ની સાથે આગળ શું થાય છે? શું તેની જિંદગી બચી શકશે ? શું તેનુ વિદેશ જવાનુ સપનુ પુરુ થશે? આ બધા પ્રશ્નોના જવાબ તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ મળશે. વળી, આ બધાની વચ્ચે એક્ટ્રેસે આ ફિલ્મને લઇને એક ખાસ વાત કહી છે. 


માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ - 
બૉલીવુડ હંગામાના એક રિપોર્ટનુ માનીએ તો ટ્રૉલર લૉન્ચ વિશે વાત કરતાં જ્હાન્વી કપૂરો પોતાની ભૂમિકાને પોતાની ક કેરિયરની સૌથી મોટુ પડકારરૂપ પાત્ર ગણાવ્યુ છે. તેને કહ્યું - મિલી મારા કેરિયરની સૌથી પડકારરૂપ ભૂમિકાઓમાંની એક છે, અને હું આને લઇને ખુબ ઉત્સાહિત છું. હું માથુકુટ્ટી સરની આભારી છું, જેને પડદા પર મારી પાસે આટલુ સારુ પ્રદર્શન કરાવ્યુ. અમે માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ કર્યુ અને બિમાર પડી ગઇ, પરંતુ આ બધુ ખુબ સંતોષજનક હતુ, હું માત્ર મારા માતા-પિતાને પ્રાઉડ કરાવવા માંગુ છું. 






ક્યારે રિલીઝ થશે ફિલ્મ -
‘મિલી’ (Mili) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જ્હાન્વી (Janhvi Kapoor)ના અપૉઝિટ સની કૌશલ (Sunny Kaushal) છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર (Mathukutty Xavier) કરી રહ્યાં છે. વળી, જ્હાન્વીના પિતા બોની કપૂર (Boney Kapoor) આ ફિલ્મના નિર્માતા છે. ઉલ્લેખનીય છે કે, આ બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે.