Celebs Reaction On Chandrayan 3 Landing: ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે અને ભારતે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. આખો દેશ ચંદ્રયાન 3 ની સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. શાહરુખ ખાન, અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિકી કૌશલ સહિત ઘણા સ્ટાર્સે આ સફળતા માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે.
શાહરુખ ખાને પોતાની ફિલ્મ યશ બોસના ગીત... ચાંદ તારે તોડ લાઉ...ની કડીઓ લખી ઈસરોને શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, આજે ઈન્ડિયા અને ઈસરો છવાઈ ગયા.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું- 'કરોડો હૃદય ઇસરોનો આભાર કહી રહ્યા છે. તમે અમને ગૌરવ અપાવ્યું છે. ભારતને ઇતિહાસ રચતા જોઈને ભાગ્યશાળી અનુભવી રહ્યો છું. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર પર છીએ'. #ચંદ્રયાન3.
દરેક ભારતીય માટે ગર્વ અને ઐતિહાસિક ક્ષણ
સાથે જ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ઈસરોનો આભાર માન્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું- 'ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે ISROને અભિનંદન... દરેક ભારતીય માટે આ ગર્વ અને ઐતિહાસિક ક્ષણ છે. જય હિંદ.'
વિકી કૌશલે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા
આ સિવાય વિકી કૌશલે પણ દેશની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. વિકીએ લખ્યું- 'ઇસરો ટીમને અભિનંદન... અમને ગૌરવ અપાવવા બદલ આભાર...'
વાહ! શું મૂમેન્ટ છે - શ્રદ્ધા કપૂર
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઈસરો ચીફ જે ભાષણ આપી રહ્યા હતા તે વીડિયો શેર કર્યો છે અને તેની સાથે તેણે લખ્યું છે- 'વાહ... શું મૂમેન્ટ છે.'
ભારતીય હોવાનો ગર્વ છે - મીરા રાજપૂત
તો બીજી તરફ, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ લખ્યું- 'મિશન પૂર્ણ થયું... ચંદ્રયાન 3 માટે ઈસરોને અભિનંદન... ભારતીય હોવાનો ગર્વ છે.. વિશ્વ, અમે ચંદ્ર પર છીએ... જય હિંદ.'
ભારત માટે ઐતિહાસિક ક્ષણ
તમને જણાવી દઈએ કે, 14 જુલાઈ, 2023 ના રોજ ચંદ્રયાન 3 એ શ્રીહરિકોટાથી સવારે 2.35 વાગ્યે રવાના થયું હતું. હવે આજે (23 ઓગસ્ટ, 2023) સાંજે 6.4 વાગ્યે, ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતર્યું છે. ભારત માટે આ એક ઐતિહાસિક, ગર્વ અને યાદગાર ક્ષણ છે..