મુંબઇઃ બૉલીવુડની ગુજરાતી મુળની આ હૉટ એક્ટ્રેસ અમિષા પટેલ ફરી એકવાર વિવાદોમાં ફસાઇ છે, આ વખતે તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ છે. એક્ટ્રેસ પર આરોપ છે કે એક લાઇવ શૉનો પુરો ચાર્જ વસૂલ્યો હોવા છતાં અમિષા પટેલ ઇવેન્ટને અધવચ્ચેથી છોડીને નીકળી ગઇ હતી. એક્ટ્રેસ પર આ ફરિયાદ એક સામાજિક કાર્યકરે નોંધાવી છે.  

  
અમિષા પટેલનો આ કિસ્સો તેની એક ઘટના સાથે જોડાયેલો છે. એક સામાજિક કાર્યકરે એક્ટ્રેસ પર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર, એક્ટ્રેસ અમિષા પટેલે એક શૉ માટે મોટી અને પુરેપુરી ફી વસૂલ કરી હતી પરંતુ તેના બદલે તેણે ખૂબ જ નાનું પરફોર્મન્સ આપ્યું હતુ, આ ઘટના મધ્ય પ્રદેશની છે, જ્યાં તેને એક શૉ કરવાનો હતો. 


આ ઘટનાને લઇને હવે એક્ટ્રેસે ખુદ એક પૉસ્ટ કરીને વાત જણાવી છે. અમિષા પટેલને 23 એપ્રિલે મધ્યપ્રદેશના ખંડવામાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. જ્યાં તેણે એક પરફોર્મન્સ આપ્યું હતું. પ્રદર્શનના થોડા કલાકો પછી અભિનેત્રીએ ટ્વીટ કર્યું કે તેનો જીવ જોખમમાં છે.






એક્ટ્રેસે ટ્વીટમાં લખ્યું- તેણે 23 એપ્રિલે મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવ 2022માં હાજરી આપી. સ્ટાર ફ્લેશ એન્ટરટેઈનમેન્ટ અને શ્રી અરવિંદ પાંડેએ અમને ખૂબ જ ખરાબ રીતે રજુ કર્યા હતા. મને ત્યાં મારા જીવનું જોખમ જોવા મળ્યું. પરંતુ હું સ્થાનિક પોલીસનો આભાર માનું છું જેમણે મારી સંભાળ લીધી. આ બાબતે અમીષાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં એક્ટ્રેસે કહ્યું હતું કે આ ઈવેન્ટમાં તેને પરફોર્મ કરવાનું ના હતું ફક્ત ત્યાં હાજરી જ આપવાની હતી. જે તેણે કર્યું. તેણે કહ્યું કે તેની સાથે ત્યાં ખરાબ વર્તન કરવામાં આવ્યું જે સહન ના થતા તે ત્યાંથી નીકળી ગઈ હતી. અભિનેત્રીએ પોલીસની મદદ બદલ આભાર માન્યો હતો.


 


આ પણ વાંચો........ 


Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન


Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો


LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર


ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત


Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ