નવી દિલ્હીઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં જેલ જઇ ચૂકેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરીથી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. 30 એપ્રિલે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ચહેરે નુ ટ્રેલર આજે રિલીઝ થઇ ગયુ છે. તાજેતરમાં જ જ્યારે અમિતાભ બચ્ચન, ઇમરાન હાશમીની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મનુ પહેલુ પૉસ્ટર અને ટીજર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, તો બન્નેએ રિયા નદારદ હતી. આવામાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે ક્યાંક ગયા વર્ષે જ બનીને તૈયાર આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના મોતના વિવાદોમાં ફસાયેલી રિયાના રૉલને જ નથી ઉડાવી દેવામાં આવ્યો કે પછી ક્યાંક તેને રિપ્લેસ તો નથી કરવામાં આવી? કેમ પહેલા આ ફિલ્મમાં અમિતાભ, ઇમરાનની સાથે રિયાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ તરીકે પ્રમૉટ કરવામાં આવી રહી હતી. 


ખૈર, સોશ્યલ મીડિયા પર આજે રિલીઝ કરવામાં આવેલા ચહેરેના ટીજરમાં રિયાની ઝલક જોવા મળી શકે છે. જો ટ્રેલરમાં રિયાની ઝલક એટલી નાની છે કે તે આંખના પલકારામાં તમારી નજરમાંથી જતી રહેશે. 


આખા ટ્રેલરમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીની વચ્ચે વકીલ અને કેદી તરીકેની ડાયલૉગબાજીને મહત્વ આપવામાં આવ્યુ છે. ટ્રેલરમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે રૂમી જાફરીના લેખન અને નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે, અને ફિલ્મના સસ્પેન્સ અને થ્રિલરને બરકરાર રાખવાની જવાબદારી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીના મજબૂત ખભા પર છે.


કેટલાક સીન્સમાં ક્રિસ્ટલ ડિસૂજા પણ દેખાય છે. એક ટીવી એન્કર તરીકે જાણીતી ક્રિસ્ટલની આ ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મના તમામ મુખ્ય કલાકારો બાદ ટ્રેલરના અંત થતા થતા રિયા ચક્રવર્તીની એક નાની ઝલક દેખાય છે, જેનાથી અટકળોને વિરામ મળી ગયો કે ફિલ્મમાં રિયાના રૉલને જ હટાવી દેવામાં આવ્યો છે. 


ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સુત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, ચહેરે ફિલ્મમાં રિયા સાથે જોડાયેલા કોઇપણ પ્રકારના રૉલ સાથે કોઇ છેડછાડ નથી કરવામાં આવી, અને ના તેના રૉલને નાનો કરવામાં આવ્યો છે. સુત્રે કહ્યું કે ફિલ્મમાં રિયાના રૉલ એટલો જ છે જેટલો પહેલા હતો.