Chori Chori Chupke Chupke Producer death: બોલિવૂડના વિવાદાસ્પદ નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. નાઝિમે સલમાન ખાન અને રવિના ટંડન અભિનીત ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકે પ્રોડ્યુસ કરી હતી. રિઝવીના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશમાં કરવામાં આવશે. રિઝવીએ તેમના પુત્ર અઝીમને "કસમ સે, કસમ સે", (2011) અને "લાદેન આલા રે આલા" (2017) જેવી ફિલ્મો દ્વારા લોન્ચ કર્યો હતો. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો, "મજબૂર લડકી" (1991), "ઇમરજન્સી" (1993), "અંગારવાડી" (1998), "અંડરટ્રાયલ" (2007), "ચોરી ચોરી, ચુપકે ચુપકે" (2001) અને "હેલો, હમ લાદેન" બોલ રહે હૈં" (2010) જેવી ફિલ્મોથી તેઓને નામના મળી હતી.
નાઝીમ હસન રિઝવીનું થયું નિધન
છેલ્લા કેટલાક દિવસોથી નાઝીમ રિઝવીની તબિયત સારી ન હતી, જો કે તેમના મૃત્યુનું કારણ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર તેના પ્રિયજનો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. નાઝીમને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.
70 વર્ષની વયે દુનિયા છોડી દીધી!
અહેવાલો અનુસારફિલ્મ નિર્માતા નાઝિમ હસીમ રિઝવીને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિર્માતા નાઝીમને કોઈ બીમારી હતી, ક્યારે અને કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર નાઝીમ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે.
આ પણ વાંચો: 'Pathaan'નો મુદ્દો ગુંજ્યો સંસદમાં, TMC સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું- સુંદર સંદેશ આપે છે ફિલ્મ
Pathaan: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો મુદ્દો મંગળવારે સંસદમાં પણ ઉઠ્યો હતો. ટીએમસીના નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયને બોયકોટ ગેંગ પર પ્રહાર કરતા કહ્યું કે આ ફિલ્મ એક "સુંદર સંદેશ" આપે છે. આ માટે તેણે ફિલ્મ પઠાણની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે ફિલ્મના નિર્માણ અને તેના પર કામ કરનારા લોકોની પ્રશંસા કરી અને તેમને "ભારતના મહાન વૈશ્વિક રાજદૂત" ગણાવ્યા. બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ 'પઠાણ'ને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો અને મુખ્યત્વે દક્ષિણપંથી રાજકારણને ટેકો આપતા લોકોના એક વર્ગે તેનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. જો કે, અહેવાલો અનુસાર આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી છે.
સંસદમાં ગુંજ્યો 'Pathaan'નો મુદ્દો
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર તૃણમૂલ સાંસદે કહ્યું, "તમે તેમને બોલિવૂડનો બહિષ્કાર કરવાનું કહ્યું, તેમણે તમને એક સુંદર સંદેશ સાથેની ફિલ્મ બતાવી." તેમના ભાષણ દરમિયાન, ઓબ્રાયને અદાણી જૂથ સાથે જોડાયેલા વિવાદ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ભાજપની ટીકા કરી હતી. તેમણે નેતૃત્વ હેઠળની સરકાર પર પણ પ્રહારો કર્યા અને "પઠાણ" પાછળ સખત મહેનત કરી રહેલી સમગ્ર ટીમની પ્રશંસા કરી.
સુંદર સંદેશ આપે છે ફિલ્મ: TMC સાંસદ
"ખૂબ અભિનંદન (નિર્દેશક) સિદ્ધાર્થ આનંદ. ભારતના સૌથી મોટા વૈશ્વિક રાજદૂતોએ શાનદાર કામ કર્યું. બહુ સારું લાગ્યું. જેમણે પઠાણ બનાવી. જે આપણે ના કરી શક્યા તે શાહરુખ ખાન,ડિમ્પલ કાપડિયા અને જ્હોન અબ્રાહમે કરી બતાવ્યું. તેમણે કહ્યું અમે તેમનમાંથી શીખ્યા. ભારતના સૌથી મોટા વૈશ્વિક રાજદૂતો સાથે રમત ના કરશો. તમે તેને બોલિવૂડનો બહિષ્કાર કરવાનું કહ્યું, તેણે તમને એક સુંદર સંદેશવાળી ફિલ્મ બતાવી." તૃણમૂલ સાંસદે ભૂલથી દીપિકા પાદુકોણને બદલે ડિમ્પલ કાપડિયાનું નામ લઈ લીધું.જો કે એક સભ્ય દ્વારા ધ્યાન દોરવામાં આવતા તેમણે આ ભૂલ સુધારી લીધી હતી.