સુનિલ ગ્રોવરે સોમવારે ટ્વીટ કરીને લખ્યું- કૉમ્પિટિશન કેટલી વધી ગઇ છે, પહેલા ભણવા અને નોકરી સુધી હતી, હવે તો લગ્ન સમારોહમાં જવા માટે પણ ટૉપ 50માં આવવુ જરૂરી છે. સુનિલ ગ્રોવર આજકાલ ગેન્ગ ઓફ ફિલ્મિસ્તાન દ્વારા દર્શકોને ખુબ મનોરંજન પુરુ પાડી રહ્યો છે. તેની હંસાવવાની કલાથી દરેક લોકો વાકેફ છે.
પ્રતિકાત્મક તસવીર
કપિલ શર્મા સાથે લડાઇ
ત્રણ વર્ષ પહેલા સુનિલે કપિલ શર્માના શૉ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મામાં ગુત્થી અને ધ કપિલ શર્મા શૉમાં ડૉક્ટર ફેમસ ગુલાટી દ્વારા મજાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે આગવી ઓળખ ઉભી કરી હતી. આ શૉ મારફતે સુનિલે ઐતિહાસિક સફળતા મેળવી હતી. બધુ બરાબર ચાલી રહ્યું હતુ પણ એક ઘટનાએ બધુ બદલીને મુકી દીધ. સુનિલનો કપિલની સાથે ઝઘડો થઇ ગયો અને ત્યારબાદ બન્નેના સંબંધો વણસ્યા હતા.