Abhishek Manu Singhvi on Rishabh Pant: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ પહોંચ્યાના બીજા જ દિવસે બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ઉર્વશીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી. ઉર્વશીની આ પોસ્ટ બાદ ફરીથી સોશિયલ મીડિયા પર ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત અને ઉર્વશીની ચર્ચા શરુ થઈ ગઈ છે. ઉર્વશીના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ટાઈમિંગ અંગે સોશિયલ મીડિયા પર લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવીને પણ શેર કર્યા છે.


અભિષેક મનુ સિંઘવીએ શું ટ્વીટ કર્યુંઃ
ટ્વીટ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પંત અને ઉર્વશની ચર્ચા થઈ રહી છે તેની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ એક મજેદાર ટ્વીટ કર્યું છે. અભિષેક મનુ સિંઘવીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, "ઋષભ પંત એક સારા વકીલ અને તેની તરફેણમાં પ્રતિબંધના હુકમનો હકદાર છે."






અભિષેક મનુ સિંઘવીએ તેમના ટ્વીટમાં બીજી કોઈ વાતનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ હાલ જે રીતે ઉર્વશી રૌતેલાના ઓસ્ટ્રેલિયા પ્રવાસને ઋષભ પંત સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખતાં અભિષેક મનુ સિંઘવીનું આ ટ્વીટ ઉર્વશી અને પંત તરફ જ ઈશારો કરી રહ્યું છે. 


ઉર્વશીના દિલે કહ્યું ઓસ્ટ્રેલિયા જવાનુંઃ


તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પહોંચી છે અને પર્થમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. આ પછી ઉર્વશી રૌતેલાએ પોસ્ટ કરી હતી, જેમાં તેણીએ લખ્યું કે, "મારા દિલે ઓસ્ટ્રેલિયા જવાનું કહ્યું છે." હવે ઉર્વશીની આવી કેપ્શન સ્ટોરી આવી ત્યારથી ચાહકોએ તેને T20 વર્લ્ડ કપ અને ઋષભ પંત સાથે જોડી દીધી છે.