Petition Filed Against Adipurush In Delhi Court: બોલિવૂડ અભિનેતા પ્રભાસ અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'આદિપુરુષ'  ટીઝર રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકને લઈને વિવાદનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આદિપુરુષના હનુમાનની સાથે તમામ પાત્રોની પણ ભારે ટીકા થઈ રહી છે. આ તમામ વિવાદો વચ્ચે આદિપુરુષને લગતો આ મામલો દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પહોંચ્યો છે.


વાસ્તવમાં આદિપુરુષ ફિલ્મને લઈને દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અરજદારે યુટ્યુબ સહિત ઈન્ટરનેટ મીડિયાને ફિલ્મની રીલીઝ અને તેના ટીઝરમાંથી વાંધાજનક હિસ્સાને હટાવવા અંગેના નિર્દેશોની માંગણી કરી છે. અરજદાર રાજ ગૌરવની દલીલ છે કે ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામ અને હનુમાનના પાત્રોને ખોટી રીતે દર્શાવીને હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.


રામાયણ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે


આ સાથે ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મુકવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. આ મામલાની સુનાવણી 10 ઓક્ટોબરે સોમવારે સવારે થશે. અરજદારે પોતાની અરજીમાં વધુમાં કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં રામાયણ જેવા મહાકાવ્યના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરી શકાતી નથી. રામાયણ તે ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને આધ્યાત્મિક અને ધર્મનો ભાગ છે. તેમણે કહ્યું કે વાસ્તવમાં ભગવાન રામની પરંપરાગત છબી શાંત પ્રિયતમ છે, જ્યારે ફિલ્મ આદિપુરુષના ટીઝરમાં તેમને અત્યાચારી, પ્રતિશોધક અને ગુસ્સાવાળા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે.


પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ' 12 જાન્યુઆરી 2023ના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. ઘણા હિન્દુ સંતોએ પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.