મુંબઇઃ કોરોનાના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ચૂક્યુ છે. દેશમાં કેટલાય લોકો એવા છે જેમને ખાવા-પીવા માટે રોજેરોજ મજૂરી કરવી પડે છે, અને આવા લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આવા લોકોનને સરકાર તરફથી સહાય મળી રહી છે. સરકારે આ માટે રાહત ફંડમાં દાન કરવાની પણ અપીલ કરી છે.
આવા જરૂરિયાતમંદ માટે હવે સ્ટાર્સ આગળ આવ્યા છે, અને પીએમ રિલીફ ફંડમાં પૈસા આપીને મદદ કરી રહ્યાં છે. આમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુન્દ્રાએ પણ દાન કર્યુ છે. તેમને આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી છે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ટ્વીટર પર લખ્યુ- માનવતા માટે, દેશ માટે, પોતાના એ સાથીઓ માટે તેમને મદદની જરૂર છે, આ યોગ્ય સમય છે કે આપણે તેમના માટે કંઇક કરીએ. શિલ્પાએ 21 લાખ રૂપિયા દાન આપ્યા છે.
https://twitter.com/TheShilpaShetty/status/1244264731621220353
21 લાખ રૂપિયા દાન આપતા કહ્યું કે, સાગરમાં એક એક ટીપાનુ મહત્વ હોય છે. એટલે તમારાથી જેટલી બને તેટલી મદદ કરો. ત્યારેજ આ સમસ્યાનો નિપટારો જલ્દી આવશે.
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કોરોના સામે લડવા પીએમ રાહતફંડમાં આપી આટલી બધી રકમ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2020 09:20 AM (IST)
21 લાખ રૂપિયા દાન આપતા કહ્યું કે, સાગરમાં એક એક ટીપાનુ મહત્વ હોય છે. એટલે તમારાથી જેટલી બને તેટલી મદદ કરો. ત્યારેજ આ સમસ્યાનો નિપટારો જલ્દી આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -