ટી-સીરિઝના ચેરમેન ભૂષણ કુમારે PM-CARES Fundમાં 11 કરોડ રૂપિયાનું કર્યું દાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Mar 2020 07:50 PM (IST)
તે સિવાય તેમણે મહારાષ્ટ્રના સીએમ રીલિફ ફંડમાં પણ એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
મુંબઇઃફિલ્મ નિર્માતા અને નિર્દેશક અને ટી- સીરિઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર કોરોના વાયરસથી પીડિતોની મદદે આવ્યા છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં 11 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સિવાય તેમણે મહારાષ્ટ્રના સીએમ રીલિફ ફંડમાં પણ એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. ભૂષણ કુમારે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, આજે આપણે બધા મહત્વના સ્ટેજ પર છીએ અને આ ખૂબ જરૂરી છે કે આપણે મદદ કરીએ. હું આખા ટી- સીરિઝ પરિવાર સાથે PM CARES ફંડમાં 11 કરોડ રૂપિયા દાન આપવાની શપથ લઉં છું. આપણે બધા સાથે મળીને કોરોના વિરુદ્દ લડી શકીએ છીએ. જય હિંદ તેમણે અન્ય એક ટ્વિટમાં સીએમ રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, આ જરૂરિયાતના સમયમાં ટી સિરિઝ પરિવાર તરફથી સીએમ રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરું છું. ઘરમાં રહો સુરક્ષિત રહો.