મુંબઇઃ લૉકડાઉન દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાત દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામેલ થયા હતા. આ લોકોમાં હવે મોટાભાગના કોરોના સંક્રમિત થયા છે. હવે આ મામલે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને દેશમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે ત્યાં સુધી મસ્જિદો બંધ કરાવવાની અપીલ કરી છે.

આ મામલે અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદે દારુલ ઉલૂમ દેવબંદને કહ્યું હતું કે, જ્યાં સુધી દેશમા કોરોના વાયરસ છે ત્યાં સુધી બધી મસ્જિદોને બંધ કરવા માટે ફતવો જાહેર કરે. હવે આ મામલે દિગ્ગજ નેતા અને લેખત જાવેદ અખ્તરે પણ મસ્જિદ બંધ કરાવવાની વાતને સમર્થન આપ્યુ છે.



જાવેદ અખ્તરે આ મામલે સોશ્યલ મીડિયા પર એક પછી એક ટ્વીટ કરીને રિએક્શન આપ્યા છે. ટ્વીટમાં લખ્યું કે -હા હુ ફતવાની આ માંગનુ સમર્થન કરુ છુ, એટલા માટે નહીં કે મને તેમના માર્ગદર્શનની જરૂર છે, પણ હું જાણવા માગુ છુ કે આ મુદ્દા પર તેમની સ્પષ્ટતા શું છે, ના વધારે ના ઓછી.



નોંધનીય છે કે, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં કોરોના વાયરસ ફેલાવવાથી હડકંપ મચી ગયો છે. લૉકડાઉન હોવા છતાં જમાતમાં 2000થી વધુ લોકો એકઠા થયા હતા. પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ સહિત અન્ય વિરુદ્ધ કેસ પણ નોંધ્યા છે.