સલમાન ખાને પોતાના ઇન્ટા એકાઉન્ટ પર તસવીર શેરો કરી છે, આ તસવીરોમાં ખાલી રસ્તાંઓ દેખાઇ રહ્યાં છે, લોકો પોતાના ઘરોથી બહાર નથી નીકળી રહ્યાં.
સલમાન ખાને જે તસવીર શેર કરી છે તેમાં એક તસવીર કબ્રસ્તાનના બહારની છે. જેમાં કોઇપણ વ્યક્તિ નથી દેખાઇ રહ્યું. બીજી તસવીર એક રસ્તાંની છે જે એકદમ ખાલીખમ છે.
આ તસવીરોને શેર કરતાં સલમાન ખાને કેપ્શનમાં લખ્યુ- વાહ દેશને આ પરિસ્થિતિ સમજવા અને વાત માનવા માટે આભાર, ભગવાન તમને સ્વસ્થ રાખે, ભારત કોરોના સામે લડશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સલમાન ખાને પોતાના ફેન્સને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી, તેને પોતાના ફાર્મ હાઉસ પરથી એક વીડિયો શેર કર્યો હતો.