મુંબઇઃ દુનિયાના સૌથી મોટા મ્યૂઝિક લેબલમાની કંપની ટી-સીરીઝની મુંબઇ ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. બૉલીવુડમાં મોટી મોટી ફિલ્મોનુ નિર્માણ માટે મોટા પાયે સિંગલ વીડિયો બનાવનારી કંપની ટી-સીરીઝની મુંબઇ સ્થિત ઓફિસને મહાનગર પાલિકા -બીએમસીએ સીલી કરી દીધી છે. કેમકે અહીં શનિવારે એક કોરોના પૉઝિટીવ કેસ નોંધાયો છે.


શનિવારે ટી-સીરીઝની બિલ્ડિંગમાં રહેનારા ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એક શખ્સ કોરોના પૉઝિટીવ નીકળ્ય અને ત્યારબાદ અંધેરી સ્થિત બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી બીએમસીએ તરફથી કરાઇ હતી.

એબીપી ન્યૂઝે જ્યારે ટી-સીરીઝ પાસે આ સમાચારની પુષ્ટિ કરવા માટે સંપર્ક કર્યો, તો કંપનીના પ્રવક્તાએ રિપોર્ટને સાચો ગણાવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે લૉકડાઉનના કારણે અહીં કોઇપણ પ્રકારનું કામ નથી ચાલતુ અને કોઇ અહીં કર્મચારી અહીં આવતો પણ નથી. પણ તે જ બિલ્ડિંગમાં કંપનીના સુરક્ષાકર્મી અને અન્ય ગ્રાઉન્ડ સ્ટાફને રહેવાની વ્યવસ્થા છે. પ્રવક્તાએ કહ્યું ત્યાં રહેનારા ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એક કર્મચારીને કોરોના પૉઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ બીએમસીએ નિયમાનુસાર બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી કરી હતી.



ઉલ્લેખનીય છે કે ટી-સીરીઝ સાથે જોડાયેલા એક શખ્સને કોરોના પૉઝિટીવ નીકલ્યો અને તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવા ઉપરાંત, કંપનીની બિલ્ડિંગમાં તે શખ્સ સાથે રહેનારા ત્રણ-ચાર અને સહકર્મીઓને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમનો ટેસ્ટ કર્યા બાદ ખબર પડશે કે આ લોકો પણ કોરોના સંક્રમિત થયા છે કે નહીં.