Kangana Ranaut Baliable Warrent: દિગ્ગજ અભિનેતા જાવેદ અખ્તર દ્વાર દાખલ માનહાનિ કેસમાં અભિનેત્રી કંગના રનૌત સામે એક કોર્ટે વોરન્ટ જાહેર કર્યું છે. કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી, આથી જ કોર્ટે કંગના વિરુદ્ધ વોરંટ ઈશ્યૂ કર્યું છે. જેના કારણે તેની સામે કડક પગલા લીધા છે.



જાવેદ અખ્તરે અભિનેત્ર પર ટીવી ઈન્ટરવ્યૂમાં કથિત રીતે તેમની સામે માનહાનિ કરનારી અને પાયાવિહોણી ટિપ્પણી કરવા પર ગત વર્ષે નવેમ્બરમાં અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. અખ્તરે દાવો કર્યો કે ગત વર્ષે જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ ટીવી ઈન્ટરવ્યૂમાં બોલીવૂડમાં ગુટબાજીનો ઉલ્લેખ કરતા કંગનાએ તેમનું નામ લીધુ હતું.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંગનાએ ખોટો દાવો કર્યો કે અખ્તરે ઋતિક રોશન સાથે તેના કથિત સંબંધને લઈ ચૂપ રહેવાની ધમકી આપી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી અખ્તરની સાર્વજનિક છબીને નુકસાન પહોંચ્યું છે. કોર્ટે 17 જાન્યુઆરીએ પોલીસને આ મામલે તપાસ રીપોર્ટ રજુ કરવા માટે એક ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.