મુંબઇઃ સલમાન ખાનની આગામી ફિલ્મને લઇને બૉલીવુડની ગલીઓમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટ છે કે સલમાનની અપકમિંગ ફિલ્મ નૉ એન્ટ્રી 2 છે, અને આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ફિલ્મને લઇને મોટા રિપોર્ટ સામે આવ્યા છે, તે પ્રમાણે સલમાન આ ફિલ્મમાં તેની કથિત ગર્લફ્રેન્ડ ડિઝી શાહને નહીં રાખે, એટલુ જ નહીં સલમાન ખાન આ ફિલ્મમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો દેખાશે.
પહેલા એવા રિપોર્ટ હતા કે સલમાન ખાન ગુજરાતી એક્ટ્રેસ અને તેની કથિત ગર્લફ્રેન્ડને પોતાના નવા પ્રૉજેક્ટમાં સામેલ કરવાનો છે. પરંતુ હવે રિપોર્ટ છે કે સલમાન ખાન અપકમિંગ ફિલ્મ નૉ એન્ટ્રી 2માં એક્ટ્રેસ ડેઝી શાહને નહીં લે. ખાસ વાત છે કે ડેઝી શાહે સલમાન સાથે ફિલ્મ જય હોથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આવામાં ફેન્સ કયાસ લગાવી રહ્યાં હતા કે આ જોડી ફરી એકવાર નવી ફિલ્માં સાથે દેખાશે. જોકે, મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રી 2માં ડેઝી શાહ નહીં દેખાય.
તિકડી ફરી દેખાશે ફિલ્મમાં-
રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને સાઇન કરવામાં આવ્યા છે. પહેલા પાર્ટમાં પણ આ તકડી જોવા મળી હતી. જોકે, હજુ પુરેપુરુ કાસ્ટ લિસ્ટ સામે આવ્યુ નથી. જલદી જ મેકર્સ ફિલ્મના બાકી કલાકારોને પણ ફાઇનલ કરી દેશે.
એક નહીં 10 હીરોઇનો હશે ફિલ્મમાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નૉ એન્ટ્રી 2માં એક બે નહીં પરંતુ 10 હીરોઇનો દેખાશે. આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ત્રિપલ રૉલમાં દેખાશે. તેમના પાત્રના અપૉઝિટી એક એક્ટ્રેસને લેવામાં આવશે.
આ રીતે આવશે ટ્વીસ્ટ્-
ખાસ વાત છે કે બધાની વચ્ચે કન્ફ્યૂઝન ત્યારે પેદા થશે જ્યારે એક 10માં ધોરણની છોકરીની એન્ટ્રી થશે. નૉ એન્ટ્રી 2ને લઇને કહેવાઇ રહ્યું છે કે ડાયરેક્ટર અનીસ બઝ્મી ક્યારથી આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરશે. આના વિશે હજુ સુધી કોઇ પાક્કી માહિતી નથી.
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો