Deepika Padukone BAFTA 2024: 18મી ફેબ્રુઆરીની સાંજ લંડનમાં BAFTA એવોર્ડ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ એવોર્ડ શો લંડનના સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થવા જઈ રહ્યો છે. આ પુરસ્કાર ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોલિવૂડ બ્યુટી દીપિકા પાદુકોણ આ શોમાં પ્રેઝેન્ટેટર તરીકે ભાગ લેવા જઈ રહી છે. અભિનેત્રી આ એવોર્ડ શોમાં ડેવિડ બેકહામથી લઈને દુઆ લિપા જેવા જાણીતા સ્ટાર્સ સાથે જોડાશે.
દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના BAFTA લુકની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વખતે પણ અભિનેત્રીએ તેના રેડ કાર્પેટ માટે પોતાનો દેસી લુક પસંદ કર્યો હતો. સાડી લૂકમાં દીપિકા પાદુકોણ ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
પ્રથમ તસવીરમાં દીપિકા પાછળથી પોઝ આપતી જોવા મળે છે. તો બીજા ફોટોમાં તે ક્લોઝ અપ શોટ આપતી જોવા મળી રહી છે. ફોટામાં, અભિનેત્રી ચમકદાર ઓફ-વ્હાઈટ સાડી પહેરેલી જોવા મળે છે. આ સાથે અભિનેત્રી મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેરી રહી છે. અભિનેત્રીના મેકઅપની વાત કરીએ તો તે ખૂબ જ હળવો છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.ફોટો શેર કર્યા બાદ દીપિકા પાદુકોણ એવોર્ડ શોના રેડ કાર્પેટ પર પહોંચી હતી. જ્યાં તેણે મીડિયા સામે જોરદાર પોઝ આપ્યા હતા.
BAFTA એવોર્ડ્સ 2024 ભારતીય સમય અનુસાર 19 ફેબ્રુઆરીએ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાઈ રહ્યો છે. દીપિકા પાદુકોણ પ્રેઝેન્ટેટર તરીકે જોડાઈ રહી છે. અભિનેત્રી આ એવોર્ડ શોમાં ડેવિડ બેકહામથી લઈને દુઆ લિપા જેવા જાણીતા સ્ટાર્સ સાથે જોડાશે.
આ એવોર્ડ શોના પ્રેઝેન્ટેટરની યાદીમાં ડેવિડ બેકહામ, દુઆ લિપા, હ્યુગ ગ્રાન્ટ, ચીવેટેલ એજિયોફોર, ઇદ્રિસ એલ્બા, ગિલિયન એન્ડરસન, એન્ડ્ર્યુ સ્કોટ અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના નામ સામેલ છે.