બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. દીપિકા પાદુકોણે પોતાની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. તેમણે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમની દીકરી દુઆના હાથમાં  પ્રેગ્ન્સી કિટ જોવા મળી રહી છે. 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરીથી માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ રવિવારે આ ખુશખબર શેર કરી. તેણીએ જણાવ્યું કે, તે બીજી વખત ગર્ભવતી છે અને તેની પુત્રી દુઆ હવે   ભાઈની બહેન થવા જઈ રહી છે. દીપિકા અને રણવીરના ચાહકો કોમેન્ટ સેક્શનમાં અભિનંદન મોકલી રહ્યા છે. ઘણા સમયથી દીપિકા અને રણવીરને લઈને એવા અહેવાલો આવી રહ્યા હતા કે બંને ઇવેન્ટ્સમાં સાથે કેમ જોવા મળતા નહોતા, હવે ચાહકોને ખબર પડી ગઈ છે કે દીપિકા કેમ જોવા મળી ન હતી. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ તેના પહેલી  બાળકીને જન્મ આપ્યાંના દોઢ વર્ષ પછી ફરીથી ગર્ભવતી છે.

19 એપ્રિલની સવાર ચાહકો માટે એક મોટા આશ્ચર્ય સાથે શરૂ થઈ જ્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે જાહેરાત કરી કે તેઓ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર, દીપિકાએ તેની પુત્રી દુઆનો એક ફોટો પોસ્ટ કર્યો જેમાં દુઆ  પ્રેગનન્સી  કીટ પકડીને જોવા મળી રહી છે.

ચાહકોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યોચાહકો અને મનોરંજનના ઉદ્યોગના તેમના મિત્રો તેમને  અભિનંદન મેસેજથી પાઠવી  રહ્.યા છે.  આ જાહેરાત બોલીવુડમાં સૌથી વધુ ચર્ચિત ક્ષણોમાંની એક બની ગઈ છે. ચાહકો કમેન્ટ સેકશનમાં દીપિકાને અભિનંદન આપી રહ્યાં છે.  ફેન્સ  દુઆને ભાઇ મળે માટે પુત્ર પ્રાપ્તિની પણ કામના કરી રહ્યાં છે. 

રણવીર અને દીપિકાની પુત્રી, દુઆજે લોકો જાણતા નથી તેમના માટે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ તેમની પુત્રી, દુઆનું સ્વાગત કર્યું. આ દંપતીએ ઓક્ટોબર 2025 માં દિવાળી પર લાલ પરંપરાગત ડ્રેસ પહેરેલી તેમની પુત્રીના ફોટા શેર કર્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ  રણવીર સિંહ હાલમાં ફિલ્મ "ધુરંધર 2" માં અભિનય કરી રહ્યો છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. અગાઉ, રણવીર "ધુરંધર" ના પહેલા ભાગમાં દેખાયો હતો. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ શાહરૂખ ખાનની "કિંગ" માં જોવા મળશે.