મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. આ પહેલા દીપિકા પાદૂકોણના પરિવારના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને બેંગ્લોરની ભગવાન મહાવીર જૈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક નજીકના સૂત્રએ એબીપી ન્યૂઝને આ સમાચારની પુષ્ટી કરતા જણાવ્યું કે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને હાલ તેમની તબીયત પહેલા કરતા સારી છે. સૂત્રોનું કહેવું છે કે તેમની તબીયત સારી હોવાના કારણે આ સપ્તાહમાં હોસ્પિટલાંથી ડિસ્ચાર્જ મળવાની શક્યતા છે.
એબીપી ન્યૂઝને એ વાતની પણ જાણકારી મળી છે કે દીપિકા પાદૂકોણના પિતા પ્રકાશ પાદુકોણ સિવાય તેના માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન અનીષ પાદુકોણ પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે, પરંતુ તે બંને હાલ સ્વસ્થ છે અને ઘર પર જ છે.
ઉલ્લેખનીય છે કે પ્રકાશ પાદૂકોણે હાલમાં જ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને બીજા ડોઝ માટે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે પહેલા જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 65 વર્ષના પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણને 1980માં વિશ્વની પ્રથમ રેન્કિંગ હાંસિલ કરી હતી. એજ વર્ષે તેમણે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો. આ ખિતાબ જીતનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા. એટલું જ નહી 1978માં કેનેડામાં થયેલી કોમન વેલ્થ ગેમ્સમાં પ્રકાશ પાદુકોણે બેડમિન્ટ સિંગલ્સ મુકાબલામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિશ્વ બેડમિન્ટનના ક્ષેત્રમાં પ્રકાશ પાદૂકોણની ઉપલબ્ધિઓ ઘણી વધારે છે.
એક્ટિવ કેસ 34 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.
1972માં તેમને પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કાર અર્જુન એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. આ સિવાય ભારત સરકાર તરફથી તેમને 1982માં પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.