Deepika Padukone Oscar 2023: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) એકથી એક ચઢિયાતી ફિલ્મો જ નથી આપી પરંતુ તે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની હાજરીથી દેશને પ્રાઉડ પણ ફિલ કરાવે છે. ફરી એકવાર અભિનેત્રીએ દેશને ગર્વ કરવાનો મોકો આપ્યો છે. દીપિકા પાદુકોણ ઓસ્કાર 2023માં પ્રેઝેન્ટર તરીકે જોવા મળશે. ગુરુવારે રાત્રે દીપિકાએ તમામ પ્રેઝન્ટર્સની યાદી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.


દીપિકાએ ઓસ્કાર પ્રેઝન્ટર્સની યાદી શેર કરી છે


દીપિકા પાદુકોણે ઈન્સ્ટા પર શેર કરેલી યાદીમાં ડ્વેન જોન્સન, માઈકલ બી જોર્ડન, રિઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, ટ્રોય કોત્સુર, ડ્વેન જોન્સન, જેનિફર કોનેલી, સેમ્યુઅલ એલ જેક્સન, મેલિસા મેકકાર્થી, ઝો સાલ્ડાના, ડોની યેન, જોનાથન મેજર્સ અને ક્વેસ્ટલવમાં પણ દીપિકા પાદુકોણનું નામ સામેલ છે. પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું, "#Oscars #Oscars95."






ચાહકોએ દીપિકાને અભિનંદન પાઠવ્યા હતા


દીપિકાએ પોસ્ટ શેર કરતાની સાથે જ કોમેન્ટ સેક્શન અભિનંદનના સંદેશાઓથી છલકાઈ ગયું હતું. દીપિકાની બહેન અનીષા પાદુકોણે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, "બૂમ." જ્યારે દીપિકાના પતિ રણવીરે કોમેન્ટ સેક્શનમાં ક્લેપ સાથે ઈમોજી પોસ્ટ કર્યું હતું. તો ચાહકો પણ દીપિકાને આ સિદ્ધિ માટે અભિનંદન આપી રહ્યા છે.






ભારતની ત્રણ ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે


તમને જણાવી દઈએ કે 95માં એકેડેમી એવોર્ડ્સ 12 માર્ચ (ભારતમાં 13 માર્ચ) ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. ઓસ્કારમાં ભારત માટે આ એક ખાસ વર્ષ છે. આ વખતે, માત્ર એક નહીં, પરંતુ ત્રણ ભારતીય ફિલ્મો ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશનમાં છે. ફિલ્મ 'RRR'નું ગીત 'નાટૂ નાટૂ' બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે શોર્ટલિસ્ટ થયું છે. આ ગીતે વર્ષની શરૂઆતમાં આ જ શ્રેણીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે શૌનક સેનની 'ઓલ ધેટ બ્રેથ્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે અને ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ કરવામાં આવી છે.